ભારતીય મોદી આર્મી દ્વારા નવરાત્રી દરમિયાન શેરી ગરબાઓ ને પ્રોત્સાહન આપવામાં આવ્યું

ગલિયો અને સોસાયટી માં રમવામાં આવતું નવરાત્રિ ગરબાને પ્રોત્સાહન મળે, તેમજ નવરાત્રી દરમિયાન ગરબા રમવા ઘરેથી બહાર ગયેલા છોકરાંઓ, છોકરીઓને ગમખ્વાર દુર્ઘટનાઓ તેમજ દુર્વ્યવહાર થી બચાવવા માટે ભારતીય મોદી આર્મીએ નવરાત્રિ દરમિયાન શેરી ગરબાઓ ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું .નવરાત્રી ગરબા મહોત્સવ નું સુંદર આયોજન સ્વામિનારાયણ પાર્ક ,ન્યુ નરોડા ખાતે યોજાયું હતું.જેમાં ગરબાના તાલે યુવક યુવતીઓએ ગરબાની ભારે રમઝટ બોલાવી હતી. આ શુભ અવસર પર ભારતીય મોદી આર્મીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ હિન્દુ યુવા વાહિની કર્ણાવતી મહાનગર ના ઉપાધ્યક્ષ શ્રી રાજપૂત ભાનુપ્રતાપ સિંહ જી, સોસાયટી ચેરમેન શંકર સિંહ,સેક્રેટરી રાજેન્દ્ર સિંહ ઉપસ્થિત રહી ગરબા વિજેતાઓને ઇનામ થી સન્માન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *