રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ રચના, સીમાંકન તથા બેઠકોના આખરી આદેશ પ્રસિધ્ધ

રાજ્યની સાત નગરપાલિકા માટે પણ આખરી આદેશ પ્રસિધ્ધ કરાયા

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકા તથા અન્ય સાત નગરપાલિકાઓના વોર્ડની રચના, સીમાંકન તથા બેઠકોની વારાફરતી ફાળવણી અંગેના આખરી આદેશ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

તદ્અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા માટે ૪૮ વોર્ડમાં ૧૯૨ બેઠકો નિયત કરાઈ છે જેમાં ૧૧૬ અનામત અને ૭૬ સામાન્ય બેઠકો નિયત કરાઈ છે. એ જ રીતે સુરત મહાનગરપાલિકા માટે 30 વોર્ડમાં ૧૨૦ બેઠકો પૈકી ૬૯ અનામત અને ૫૧ સામાન્ય બેઠકો રહેશે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ૧૩ વોર્ડમાં બાવન બેઠકો પૈકી ૨૯ અનામત અને ૨૩ સામાન્ય બેઠકો રહેશે. રાજકોટ મહાનગરપાલિકામાં ૧૮ વોર્ડમાં ૭૨ બેઠકો નિયત કરાઈ છે જેમાં, ૪૧ અનામત અને ૩૧ સામાન્ય બેઠકો રહેશે. જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં ૧૯ વોર્ડમાં ૭૬ બેઠકો પૈકી ૪૫ અનામત બેઠક અને ૩૧ સામાન્ય બેઠક નિયત કરાઈ છે.

આ ઉપરાંત જે ૯ નગરપાલિકાના આખરી આદેશ પ્રસિધ્ધ કરાયા છે તેમાં પોરબંદર-છાયા નગરપાલિકા માટે ૧૩ વોર્ડમાં બાવન બેઠકો નિયત કરાઈ છે તે પૈકી ૩૨ અનામત અને ૨૦ સામાન્ય બેઠકો રહેશે એ જ રીતે મોરબી નગરપાલિકા માટે ૧૩ વોર્ડમાં બાવન બેઠકો પૈકી ૨૯ અનામત અને ૨૩ સામાન્ય બેઠકો રહેશે.

સાવરકુંડલા નગરપાલિકામાં ૯ વોર્ડમાં ૩૬ બેઠકો પૈકી ૨૧ અનામત અને ૧૫ સામાન્ય નિયત કરાઈ છે. મુન્દ્રા-બારોઈ નગરપાલિકા માટે ૭ વોર્ડમાં ૨૮ બેઠકો પૈકી ૧૮ અનામત અને ૧૦ સામાન્ય બેઠક રહેશે. નવસારી-વિજલપોર નગરપાલિકા માટે ૧૩ વોર્ડમાં બાવન બેઠક પૈકી ૩૫ અનામત અને ૧૭ સામાન્ય બેઠક રહેશે. સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા માટે ૧૩ વોર્ડમાં બાવન બેઠકો પૈકી ૩૨ અનામત અને ૨૦ સામાન્ય બેઠકો રહેશે. પેટલાદ નગરપાલિકા માટે ૯ વોર્ડમાં ૩૬ બેઠકો પૈકી ૨૧ અનામત અને ૧૫ બેઠકો સામાન્ય રહેશે એમ રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *