મોટા અંગિયા બુથ સ્તર પર ભાજપને વધુ મજબુતી પ્રદાન કરવા હેતુ રચવામાં આવેલ પેજ કમિટી અંતર્ગત આજે મા.મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી જી અને મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયાજી, કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંજી, પ્રદેશ મહામંત્રી શ્રી કે . સી . પટેલ જી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી કરછ.ભાજપના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેવ ની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અબડાસા વિધાનસભા બેઠકના પેજ કમિટીના સભ્યોને વિડિયો કોન્ફરન્સ માધ્યમથી આઈકાર્ડ વિતરણ કરવામાં આવ્યા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. અબડાસા વિધાનસભાના મોટા અંગિયા -બુથ નં 341 નો કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રસંગ નિમિત્તે અમુલના વાઇસ ચેરમેન, સરહદ ડેરી કચ્છના ચેરમેન, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી વલમજીભાઈ હુંબલની પ્રેરક હાજરીમાં પેજ પ્રમુખના કાર્ડનો વિતરણ થયો હતો અને કાર્યકતાઓમાં ઉત્સાહમાં જોવા મળ્યો હતો. મોટા અંગિયા ગામના સરપંચ ઇકબાલ ઘાંચી તેમજ વિવિધ સમાજો દ્વારા વલમજીભાઈનો સન્માન કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સદસ્યો, તમામ સમાજો, મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(રીપોર્ટ.મમુભાઈ રબારી-નખત્રાણા કચ્છ)


