સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની વયના વિદ્યાર્થીઓને કોવીડ-૧૯ વેક્સીન આપવાનો શુભારંભ કરવામાં આવેલ

                સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની વયના વિદ્યાર્થીઓને કોવીડ-૧૯ વેક્સીન આપવાનો શુભારંભ કરવામાં આવેલ છે. જે પૈકી સુરત મહાનગરપાલિકા સંચાલિત વિજયાનગર સ્ટેડિયમની બાજુમાં પાંડેસરા ખાતે આવેલ મરાઠી માધ્યમ સુમન હાઈસ્કૂલ નં.૬માં શાળાના  વિદ્યાર્થીઓને વેક્સીન આપવામાં આવેલ આ પ્રસંગે ઉપસ્થિત માનનીય મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, માનનીય ધારસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ, માનનીય કમિશનરશ્રી બંછાનિધિ પાની (IAS), માનનીય દંડકશ્રી વિનોદભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં શહેરના તમામ બાળકો/વિદ્યાર્થીઓ સુરક્ષા કવચ સમાન વેકસીનના બંને ડોઝ મેળવી કોરોના સામે સુરક્ષિત બને તેવો તેમના વાલીઓને અનુરોધ કરવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *