ડીસા ભાજપ દ્વારા મોદીસહેબ ના જીવન ને લઈ મહા મૃત્યુ જય જાપ યોજાયા

પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી, જ્યાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ તેમનો રસ્તો રોકી દીધો હતો. જેના કારણે વડાપ્રધાનનો કાફલો લગભગ 15 મિનિટ સુધી ફ્લાયઓવર પર ઉભો રહ્યો હતો. જેના કારણે ફિરોઝપુરમાં પીએમની રેલી પણ રદ્દ કરવામાં આવી હતી.જે ઘટના અંગે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે ત્યારે માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ની સુરક્ષામાં પંજાબ સરકારની નિષ્કાળજીના કારણે જે દુર્ઘટના બની તેને વખોડી કાઢવા તથા સમગ્ર ભારતના ગૌરવ સમાન અને સર્વે ભારતીયોના હૃદય સમ્રાટ માનનીય નરેન્દ્રભાઈ ના દીર્ઘાયુ માટે રીજમેટ મહાદેવ મંદિર રાણપુર રોડ મહામૃત્યુંજય જાપ રાજુભાઇ શાસ્ત્રીના દ્વારા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર  સહિત ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પ્રતિક પઢીયાર, મહામંત્રી હકમાજી મંત્રી રાકેશભાઈ પટેલ સહિત સર્વે હોદ્દેદારો દરેક મોરચાના હોદેદારો નગરપાલિકાના સદસ્ય સર્વે કાર્યકર્તા શુભેચ્છકો હાજર રહ્યા હોવાનું ભાજપ મિડિયા સેલ કન્વીનર કાન્તિલાલ લોધાએ જણાવ્યું હતું 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *