
” સમાજની વ્હાલ દીકરી યોજના” સામાજિક રીતે રાજ્યની પ્રથમ પહેલ મહિલા મંડળ કરી

માંડવી દશનામ ગોસ્વામી મહિલા મંડળ ગોસ્વામી સમાજના ઘેર વર્ષ 2022ના પ્રારંભથી દીકરીનો અવતરણ(જન્મ) થશે તેમના ઘેર મહિલા મંડળ જઈ દીકરીનો પૂજન કરી રૂપિયા 1111 “સમાજની વ્હાલ દીકરી યોજના” હેઠળ રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરાતા સમાજનો ઉત્તરદાયિત્વ અનોખી રીતે બજાવી સમાજમાં રાજ્યની પ્રથમ પહેલ અન્યો માટે પ્રેરણાદાયક બની રહેશે શહેરની દશનામ ગોસ્વામી મહિલા મંડળ એક વર્ષ પૂર્ણ થતા કેક કાપીને ઉજવણી કરવાના અવસરે મહિલા મંડળના પ્રમુખ કમલાબેન વિરેન્દ્ર ગીરી ગોસ્વામીએ માંડવી ગોસ્વામી સમાજના સભ્યો ઘેર દીકરીનો અવતરણ થશે જેની જાણ મંડળને થશે એટલે સંસ્થાની બહેનો તેમના ઘેર જઈને જન્મ લેનાર દીકરીનો પૂજન કરશે અને રૂપિયા 1111 “સમાજની વ્હાલ દીકરી યોજના” હેઠળ રોકડનો કવર દીકરી ના હાથમાં આપશે નવતર પહેલ યોજના રાજ્યની પ્રથમ હોવાની જાહેરાત કરાતા ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી, કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પ્રભાવિત થતા ‘સમાજની વ્હાલ દીકરી યોજના” ના ફંડ માટે ભાવનાબેન હરેશ પુરી 5000, પ્રતાપ ભારથી જીવણ ભારથી 5000, મદનગીરી શંકરગિરી 5000, સરપંચ કેરા, અરુણાબેન ધર્મેન્દ્ર ગીરી 2100, સરપંચ મંગવાણા, કોમલબેન સંજય પુરી 2000, સરપંચ ગઢસીસા, પ્રિષાબેન મુકેશ ગિરી ગોસ્વામી 2000 સહિતના લોકોએ સ્થળ ઉપર જ અનુદાન જાહેર કર્યું હતું માંડવી ગોસ્વામી સેવા સમાજના પ્રમુખ હરેશપુરી કેશવપુરી, મહામંત્રી દર્શનગીરી રાજેશગીરી, ગુંસાઈ પંચ ટ્રસ્ટના ચેરમેન કમલગીરી કેશવગીરી, તારાબેન રાજેશગીરી,મહિલા મંડળઅને સલાહકાર સમિતિના તથા ગોસ્વામી સેવા સમાજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા
