શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ શાહ દ્વારા અનેક માનવતાના કરેલ

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના યુવા ટ્રસ્ટી શ્રી મનીષભાઈ શાહનો નાનકડો પરિચય. છેલ્લા 31 વર્ષ થી કાર્યરત છે. પણ છેલ્લા 14 વર્ષથી શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ જોડે જોડાયેલા છે. એમની કાર્ય કરવાની જગીયાઓ એટલે ડોંગરી જેલ જેમાં 18 વર્ષ નીચેના બાળકો હોય છે, જે. જે. વૃદ્ધાશ્રમ, વિડો હાઉસ, મેન્ટલ હોમ, અંધ શાળા, વાડીઆ, ટાટા હોસ્પિટલ, પાંજરાપોળ, નાલાસોપારા વૃધ્ધ માટે ટીફીનસેવા, પંખીઘર બનાવવા, કુદરતી આફત જેમકે વાવાઝોડા, પૂર, વખતે તાત્કાલિક મદદ માટે જવું અને મદદ પહોંચાડવી, ઠંડી માં ધાબળા વિતરણ વગેરે.જ્યારે તેમને શંખેશ્વરમાં જોયું કે અહીંયા આગળ એક સેવાવ્રતધારી નારી જિજ્ઞાબેન એકલે હાથે શંખેશ્વરના પછાત વિસ્તારમાં રહેતા અને ભણતરમાં આગળ આવે એવા લાગતા બધા બાળકોને મદદ કરતા, ત્યારબાદ જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ચલાવતા જિજ્ઞાબેનનો સંપર્ક થયો અને સો પ્રથમ 145 દીકરીઓને દત્તક લઈ ને CCC કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ કરાવી ને સર્ટિફિકેટ અપાવીને અને બીજું કામ 3 શાળા ના 927 બાળકોને સ્કૂલ બેગ આપવાનું ભગીરથ કાર્ય કરવા માટે મનીષભાઈ ના કલ્યાણ મિત્ર શ્રીમતી નેહાબેન શાહ, મીનાક્ષીબેન ભણસાલી અને અન્ય ટ્રસ્ટી વતી ગુડ ડિડસ ફાઉન્ડેશન દ્વાર શ્રી શંખેશ્વર માં અંધારામાં એક દિપક પ્રગટાવી ને પછાત વિસ્તારોમાં રહેતા બાળકોને જ્ઞાનરૂપી અજવાળાં પાથરીયા છે. ગુડ દિડ્સ ફાઉન્ડેશન અને મનીશભાઈ ની ઈચ્છા શ્રી શંખેશ્વર તીર્થમાં એક અંગ્રેજી મીડિયમ શાળા બનાવવી છે.જે અહીંના બાળકો માટેનું સૌથી મોટું સ્વપ્ન છે જેના માટે આ લોકો મહેનત કરે છે. અને પ્રભુ ને પ્રાર્થના કરીશ કે આ કાર્ય એમનું જલ્દી પૂરું થાય.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *