કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગર તથા બ્લીશ ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ માણસના સહયોગથી માણસા ખાતે જી.આઈ.ડી.સી. ના સામે આવેલ બ્લીસ સ્કૂલના મેદાનમા અં-૧૯ રાજ્યકક્ષા શાળાકિય વૉલીબૉલ ભાઈઓ સ્પર્ધા નુ આયોજન કરવામા આવેલ હતુ. જેમાં મુખ્ય મહેમાન Dg chaudhary. સ્પેશ્યલ ઓલમ્પિક ના સેક્રેટરી મહેશ ચૌધરી જિલ્લા રમતગમત અધિકારી,ગાંધીનગર .RK સાહેબ. વ્યાયામ મંડળ ના પ્રમુખ લાભુ દેસાઈ વ્યાયમ મંડળ ના પ્રમુખ શહેર તથા બાબુભાઈ ચૌધરી મહેમાનો ની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તા.૩/૧/૨૦૨૨ થી ૫/૧/૨૦૨૨ સુધી વૉલીબૉલ ભાઈઓ ખેલ સ્પર્ધા યોજાઈ હતી. જે સ્પર્ધામા કુલ ૪૫૦ થી પણ વધારે વિદ્યાર્થી ખેલાડીઓએ ભાગ લીધો હતો. સદર વોલીબોલ ખેલ સ્પર્ધા ની પૂર્ણાહુતિ પ્રસંગે હાજર રહેલ મુખ્ય મહેમાન શ્રી માણસાના અનિલભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ, શ્રી શેખ સાહેબ, દિનેશભાઈ ચૌધરી, મહેશભાઈ ચૌધરી સાહેબ DSO ગાંધીનગર , બાબુભાઈ ચૌધરી, દિનેશભાઈ પટેલ તેમજ હાજર મહાનુભાવો દ્વારા જીત મેળવનાર ટીમ ને ટ્રોફી એનાયત કરી ખેલાડીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા… ફાઈનલ ગાંધીનગર અને ટીમ વચ્ચે યોજાયેલ જેમાં રાજ્યકક્ષા લેવલે ગાંધીનગર ટીમ પ્રથમ વિજેતા થયેલ અને દ્વિતીય વિનર ખેડા ટીમ વિજેતા થયેલ અને તૃતીય વિનર ગીરસોમનાંથ ની ટીમ અને વલસાડ ની ટીમ ચોથા ક્રમે વિજેતા થયેલ સમ્રગ આયોજન શ્રી બાબુભાઈ ચૌધરી અને જિલ્લા DSO શ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ હતું..




