તાજેતરમાં ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબની, સીએમ હાઉસ-ગાંધીનગર મુકામે, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ડો.ડી.બી.દેસાઇ મારફતે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.
ગાંધીનગર : રાજયના પાયાના કેળવણીકાર એવા ઋષિતુલ્ય પૂજય નાનાભાઇ ભટ્ટ તેમજ સ્વ. મનુભાઇ પંચોળી “દર્શક”ની તપોભૂમિ અને પાયાની કેળવણી ક્ષેત્રે, આઝાદી સમયથી કાર્યરત એવી રાષ્ટ્રની સુપ્રસિધ્ધ લોકભારતી-સણોસરા સંસ્થાના અનુસ્નાતક એવા એડ્વોકેટશ્રી ડો.ડી.બી.દેસાઇ મારફતે, તેઓશ્રીની લોકભારતી-સણોસરાના પૂર્વ નિયામક અને પ્રોફેસરશ્રી પ્રવિણભાઇ ઠક્કરની જીવન વિકાસ-યાત્રાને આલેખતા “જીવન ગરિમાના સંવાહક” નામના શિર્ષક અન્વયેનો દળદાર ગ્રંથ, પોતાની મુલાકાતમાં રાજયના માનનીય મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબને ભેટ સ્વરૂપે અર્પણ કરેલ હતો. અત્રે ખાસ ઉલ્લેખનીય તેમજ નોંધનીય છે કે “જીવન ગરિમાના સંવાહક” નામના વિશાળ ગ્રંથમા, એડ્વોકેટશ્રી ડો.ડી.બી.દેસાઇના પ્રોફેસર એવા શ્રી પ્રવિણભાઇ ઠક્કરની સમગ્ર જીવન વિકાસ-યાત્રા તેમજ સમાજ પ્રત્યે તેમનું યોગદાન બાબતે શ્રી પ્રવિણભાઇના વિદ્યાર્થીઓ, સાથી કાર્યક્રરો, વિભિન્ન કર્મશીલો…વિગરે મારફતે, પોતાની કલમે રચાયેલ-સંપાદિત થયેલ ગ્રંથ હોઇ, જે સમાજ વિકાસ ક્ષેત્રે કાર્યરત પાયાના કાર્યકરોને ઉત્તમ માર્ગદર્શન પુરૂં પાડવાની સાથે, સમાજના એક જવાબદાર નાગરિક તેમજ ઉમદા માણસના ઘડતર અને ચણતર માટે પણ ઉત્તમ ભાથું પુરૂં પાડે છે. લોકભારતી-સણોસરા અને લોક-દક્ષિણામૂર્તિ પરિવાર-જનોની વિશાળ ઉપસ્થિતિમાં અનુક્રમે ભાવનગર અને વડોદરા મુકામે “જીવન ગરિમાના સંવાહક” પુસ્તકના વિમોચન સમયે, સમાજ વિકાસના વિભિન્ન મુદ્દાઓ તેમજ યોગદાન અંગે વિચાર-ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ડો. અરૂણભાઇ દવે, ડો. નાનકભાઇ ભટ્ટ, ડો.ડી.બી.દેસાઇ-એડવોકેટ, શ્રી રવજીભાઇ ગાબાણી…જેવા તજજ્ઞો મારફતે પોતાના અનુભવો પણ વર્ણવેલ હતા, આ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજીપો વ્યકત કરીને, શ્રી પ્રવિણભાઇ ઠક્કરના કાર્યને બીરદાવી, તેઓશ્રીને શુભકામનાઓ પણ વ્યકત કરેલ હતી.

