રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સદસ્ય શ્રીમતી અંજના પવારના અધ્યક્ષ સ્થાને સફાઇ કામદારોના પ્રશ્નોની સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ

ગાંધીનગર મહાનગરપાલિકાના કોન્ટ્રોકટ પરના સફાઇ કર્મયોગીઓની હડતાલનો સુખદ ઉકેલ આ બેઠકમાં આવ્યો : સફાઇ કર્મયોગીઓ મનપાની ધડિયાળ પહેરીને જ કામ કરશે

સફાઇ કર્મયોગીના માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવા, ઓળખ કાર્ડ અને યુનિફોર્મ આપવાની ભલામણ કરતા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સદસ્ય શ્રીમતી અંજના પવાર

ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકાના કોન્ટ્રોકટ પરના સફાઇ કામદારો છેલ્લા વીસ દિવસથી વધુ સમયથી હડતાલ પર હતા. સફાઇ કર્મયોગીઓની પોલિસી સિવાયની તમામ બાબતોનો સંતોષકારક ઉકેલ આવતા હડતાલ પાછી ખેંચી લીધી છે. સર્વ સફાઇ કર્મયોગીઓ મહાનગરપાલિકાની ડિઝીટલ ધડિયાળ પહેરીને જ પોતાની ફરજ બજાવશે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠક બાદ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સદસ્ય શ્રીમતી અંજના પવારે જણાવ્યું હતું.
ગાંધીનગરના સરકીટ હાઉસ ખાતે આજરોજ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સદસ્ય શ્રીમતી અંજના પવારના અધ્યક્ષ સ્થાને સફાઇ કામદારોના પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠક સફાઇ કામદારના વિવિધ મંડળના આગેવાનો અને જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિતિમાં રહ્યા હતા.

બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાકટ ઉપર કામ કરતા સફાઇ કર્મચારીઓની વિવિધ પ્રશ્નોની રજૂઆતને સદસ્યશ્રીએ સંભાળી હતી. તેમજ આ અંગે તેમની ઉપસ્થિતિમાં જ ગાંધીનગર જિલ્લા કલેટકર શ્રી ર્ડા. કુલદીપ આર્ય, મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા. ધવલ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા- વિર્મશ કર્યો હતો. માંગણીના પ્રશ્નનો સાચો તાગ મેળવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, કર્મચારીઓને કાયમી કરવાની માંગ એ સરકારની પોલિસી મેટર છે. તેમજ ડિઝીટલ ધડિયાળ માત્ર આપની કાર્ય સ્થળની ઉપસ્થિતિ માટે જ છે. પોલિસી મેટર અંગે રાજય સરકારનું યોગ્ય ધ્યાન દોરવામાં આવશે. તેમજ સફાઇ કોન્ટ્રાકટર દ્વારા કોઇ કર્મચાચરીઓનો પગાર કાપવામાં નહિ આવે. તેમજ તેમની પગારમાંથી જેટલી કપાત થઇ છે, તે અંગેની માહિતી પણ તેમને આપવામાં આવશે. આ વાતને સફાઇ કર્મયોગીઓએ સમર્થ આપી સફાઇ કર્મચારી આયોગના સદસ્ય શ્રીમતી પવારને તેમની હડતાલ પાછી ખેંચી લેવાની મૌખિક બાંહેધરી આપી હતી.
સફાઇ કર્મચારી આયોગના સદસ્ય શ્રીમતી અંજના પવારે જણાવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરવા સફાઇ કર્મચારીઓની મહત્વની ભૂમિકા છે. તેઓ જે કામ કરી રહ્યા છે, તે વંદનીય છે. કોરોના કાળમાં પણ તેઓ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. તેઓ પ્રથમ હરોળના વોરિયર્સ છે. તેમના સ્વાસ્થ્ય બાબતોનો ખ્યાલ રાખવા માટે તેઓનું હેલ્થ ચેક નિયમિત કરવાનું સુચારું આયોજન કરવું જોઇએ. તેમજ તેમની ઓળખ સરળતાથી થઇ શકે તે માટે યુનિફોર્મ આપવાની વાત પર પણ ભાર મુક્યો હતો. અધિકારી – કર્મચારીઓ એકબીજાના પૂરક હોય છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, તેમને નિયમિત ફરજ દરમ્યાન કોઇ તકલીફ ન પડે તે માટે ઓળખ કાર્ડ આપવામાં આવે. તેમના રહેવા માટે આવાસ બનાવવાની વાત પર પણ ભાર મુક્યો હતો. તેની સાથે સફાઇ કર્મચારી વિકાસ નિગમની વિવિધ યોજનાઓથી તેઓ વાકેફ થાય તે માટે કેમ્પનું આયોજન કરી વિસ્તૃત માહિતી મળે તેવું સુચારું આયોજન કરવા પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. લેબર લો અનુસાર મહિલા સફાઇ કર્મચારીઓને મેટરનીટી રજા પગાર કાપ્યા સિવાય મળે તે બાબત પર પણ ખાસ ભાર મુક્યો હતો.
આ બેઠક બાદ સફાઇ કર્મચારી આયોગના સદસ્ય શ્રી અંજના પવાર આલમપુર ગામની મુલાકાત લીધી હતી. ગામની સ્વચ્છતાનુ બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગામમાં વાલ્મિક સમાજના વાસમાં સિમેન્ટ – કોક્રિટના નવનિર્મિત રસ્તાનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાસમાં રહેતી મહિલાઓ દ્વારા તેમનું કંકુ – તિલક કરીને સ્વાગત કર્યું હતું. તેમણે રસ્તાના કામકાજ નિહાળી વાસમાં રહેતી મહિલા પાસે આ માર્ગ બન્યા પછી કેવું લાગે છે, તેનો અભિપ્રાય પણ મેળવ્યો હતો. આ પ્રસંગે ગામના મહિલા સરપંચ શ્રી રૂપલબેન સોલંકીએ પણ ગામ વતી તેમને આવકાર્યા હતા.
બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી પી.એસ.દવે, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી એસ.એમ. ભોરણિયા, ડી.વાય.એસ.પી. શ્રી એમ.જે.સોલંકી અને શ્રી એમ.કે.રાણા સહિત નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM