સરકારી વિજ્ઞાન કૉલેજ, થરાદમાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી

સ્વામીજીની તસવીરને પુષ્પાંજલિ અને વ્યાખ્યાન યોજાયુ

રાદ પંથકની સરકારી વિજ્ઞાન કૉલેજ માં સ્વામી વિવેકાનંદના જન્મદિવસની યાદમાં પ્રિ ડૉ જગદીશ એચ પ્રજાપતિ ના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય યુવા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. એન.એસ.એસ. અને વિધ્યાર્થી પ્રતિનિધિ મંડલના (SRC)ઉપક્રમે સરકારી કોવિડ માર્ગદર્શિકા મુજબ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પ્રો નિહાર નિમ્બાર્કે યુવા દિવસની ભૂમિકા સાથે કાર્યક્રમનું સંકલન કર્યુ હતું. પ્રો ડૉ ગોવિંદ વારડે એ યુવા દિન નિમિત્તે સ્વામીજીનો પવિત્ર ભગવદ ગીતાના પ્રેરક પ્રસંગનું સ્મરણ કરાવ્યું હતું. પ્રિ ડૉ જગદીશ પ્રજાપતિએ “નરેન્દ્ર થી વિવેકાનંદ” ની ગાથા રજૂ કરી સ્વામીજીના પ્રેરક પ્રસંગો જેવાકે અસ્પૃશ્યતા નાબૂદીમાં સ્વામીજીની ભૂમિકા,વ્યક્તિગત અને રાષ્ટ્રીય ચારિત્રનિર્માણ, જમશેદજી તાતા સાથે વાર્તાલાપ, કન્યાકુમારી ખાતે ધ્યાનમગ્ન સ્થિતિ વગેરે વિશે મનનીય પ્રવચન આપ્યુ હતું અને સ્વામીજીના સ્વપ્નોનું ભારત બનાવવા પ્રત્યેક યુવાને નચિકેતાની ભૂમિકા નિભાવવા આહવાન કર્યુ હતું. તેઓએ સ્વામીજીના સ્વદેશમંત્રનો સંકલ્પ સૌ વિધ્યાર્થીઓને લેવડાવ્યો હતો. ત્યાર બાદ સૌ વિધ્યાર્થી ભાઈ બહેનો અને અધ્યાપકોએ સ્વામીજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. થરાદ નગરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા સ્થાપિત સ્વામીજીની પ્રતિમાને NSS ના સ્વયંસેવકો દ્વારા ફૂલહાર અને પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્વામીજીના જન્મદિને આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ફીટ ઇન્ડિયા પ્રકલ્પ અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજના સહયોગમાં સામૂહિક સૂર્યનમસ્કાર અને યોગ પ્રાણાયામનો કાર્યક્રમ કૉલેજ કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રિ એમ જે મન્સૂરી સાહેબના માર્ગદર્શનમાં સાયંસ કૉલેજના સ્ટુડન્ટ્સ અને સ્ટાફમિત્રો સક્રિય સહભાગી થયા હતા. પ્રિ ડૉ જગદીશ પ્રજાપતિએ સામૂહિક સૂર્યનમસ્કાર અને યોગ પ્રાણાયામ કરાવી તજજ્ઞ તરીકે જવાબદારી નિભાવી હતી અને રોજ સુર્યનમસ્કાર કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. કાર્યક્રમને સફલ બનાવવા એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર પ્રો રુદ્ર દવે, એસ આર સી સંયોજકો પ્રો નિહાર નિમ્બાર્ક, પ્રો અશોક દરજી તેમજ પ્રો ચંદ્રેશ ખરાડી, પ્રો દેવેન્દ્ર ગોસ્વામી તેમજ વિધ્યાર્થી પ્રતિનિધિ હિરેનભાઈ, દશરથભાઈ, નરેશભાઈ, જગદીશભાઈએ જહેમત ઉઠાવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM