મારું જીવન મહાત્મા ગાંધી ની જન્મ ભૂમિ માં તેઓની પ્રેરણા થી બદલાઈ ગયું છે

ને જીવન માં ન કલ્પેલ સમ્માન અને એવાર્ડ થી સમ્માનિત થવાનો એક સુંદર અવસર મારા સામાજિક કાર્ય થી પ્રાપ્ત થયો છે, હું બહુ જ ખુશ છું, હવે મને જે કાર્ય થી ઘણું બધું જીવન માં મેળવવાની તક મળી છે તે નીચે મુજબ મારા જ સરળ શબ્દો માં રજૂ કરું છું જે તમને ગમશે તો હું આપનો આભારી રહીશ. મારા જીવન ની પ્રેરક કહાની :હું  ડૉ ગુલાબચંદ પટેલ એટલે કે મારા મા પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજી ના વાયબ્રેસન આવ્યા :૫ મી સપ્ટેમ્બર ૨૦૦૮ શિક્ષક દિવસ બન્યો અભિયાન દિવસ :, ભૂત પૂર્વ માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત ની પ્રેરણા મળી, મોદી સાહેબ થઈ ગયા રાજી રાજી, સાથે હતા શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ, જે મારી આ યાદગાર ક્ષણ ના સાક્ષી હતા. મારા જીવનનો એક યાદગાર પ્રસંગ :ગાંધી નગર કમિશ્નર શ્રી મધ્યાહન ભોજન અને શાળાઓની કચેરીએ થી મારી બદલી પોરબંદર જિલ્લા તાલીમ ભવન રામ બા કૉલેજ ખાતે થઈ હતી ત્યારે હું ગામ, ઘર પરિવાર અને મિત્રો છોડી ને બહાર ગામ જવાનો આ મારો પ્રથમ પ્રસંગ હતો. મનમાં ડર હતો કે પોરબંદર કેવું હશે? ત્યાના વિશે અનેક ગુણગાન સાંભળેલા, આમ તો મહાત્મા ગાંધી જી ની જન્મ ભૂમિ પરંતુ મનમાં એક ચિંતા નું આવરણ આવી ગયેલું, મારા ધર્મ પત્ની પાર્વતી બહેન નું મન માન્યું નહીં, એટલે તેઓ પોરબંદર ડૉ ગુલાબચંદ પટેલ ની સાથે એટલે કે મારી સાથે પોરબંદર હું ઓફિસ માં હાજર થવા માટે ગયેલ, ત્યાં મારા પત્ની એ જોયું કે અહીં તો બધી સગવડ સારી છે, રહેવા જમવાની વ્યવસ્થા પણ ખૂબ સરસ છે તેની ખાતરી થઈ એટલે મારા પત્ની એ મનમાં સંતોષ વ્યક્ત કર્યો હતો,..  આમ તો પોરબંદર માં “રામ બા બી ઍડ કૉલેજ” જ્યાં ચાલતી હતી તે જ રાજમહલ બિલ્ડિંગ માં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કચેરી બેસતી હતી  એટલે ત્યાં કૉલેજ ના વિધાર્થીઓ માટે રસોઈ બનતી હતી, જમવાની વ્યવસ્થા ખૂબ સરસ હતી તેમજ રહેવા માટે ઓફિસ ની સામે ક્વાટર હતું, એટલે મારી પત્ની નો ચિંતા નો ભાર ઓછો થઈ ગયો, કૉલેજ માં પગ મૂક્યો ત્યાં ડૉ ઇશ્વર ભાઈ ભરડા સાહેબ મળ્યા, તેઓ કૉલેજ ના પ્રિન્સિપલ હતા અને તેઓ કચેરી ના ઇન્ચાર્જ પ્રચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર હતા, તેઓ ખુબજ વિદ્વાન અને સદભાવના ધરાવતા હોઈ. મને તેઓએ ગાંધી નગર પરત જવાની રજા આપી, તેઓ સાથે કામ કરવાની તક મળતા મને ખૂબ જ મજા આવી, કારણ કે તેઓ સરળ સ્વભાવ ના હતા. તેઓ ના પ્રોત્સાહન ને કારણે જ હું સાહિત્ય માં રુચિ ધરાવવા લાગ્યા હતો ,અને તેઓના પ્રોત્સાહન ને કારણે જ હું હિન્દી ગુજરાતી કવિતા, કહાની અને અનુવાદક ની ખૂબ સરસ કામગીરી કરવા લાગ્યો મારો પ્રથમ કાવ્ય સંગ્રહ “હરિ કૃપા” હિન્દી ગુજરાતી માં પબ્લિશ થયો, તેનું વિમોચન પોરબંદર ના કલેક્ટર શ્રી એમ બી પરમાર સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું, ડૉ. ભરડા સાહેબ ની પ્રેરણા થી પોરબંદર વિશે મેં કવિતા લખી, જે લોકો ને ખૂબ ગમી, કવિતા “બદલી થઈ મારી પોરબંદર” કવિતા પોરબંદર ના લોકો ને ખૂબ જ પસંદ પડી,   હવે ૫ મી સપ્ટેમ્બર ૨૦૦૮ માં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી નો વિધાર્થીઓ સાથે ઓન લાઇન ગોષ્ઠી કાર્ય ક્રમ યોજાયો હતો એટલે રામ બા બી ઍડ કૉલેજ ના વિદ્યાર્થીઓ અહીં ઓફિસ માં બેઠા હતા તેઓ એ પાંચ વૃક્ષો વાવીશુ, અભણ ને ભણાવીંશું એ પ્રકાર ના અલગ અલગ સંકલ્પ અલગ અલગ વિદ્યાર્થીઓ એ કર્યા, એટલે મારા દ્વારા પણ સંકલ્પ કરવામાં આવ્યો કે હું વ્યંસન મુક્તિ નું કાર્ય કરીશ, કારણ કે અહીં ફાકી એટલે કે તંબાકુ વાલા પાન મસાલા ખાવાની ટેવ સ્કૂલ મા ભણતા વિદ્યાર્થીઓ મા પણ હતી, પૂજ્ય ગાંધીજી ના વાયબ્રેસન મારા માં આવ્યા, સૌરાષ્ટ્ર માં વિધાર્થીઓ માં વયસન નું પ્રમાણ વધારે હોય “વ્યંસન મુક્તિ અભિયાન” ચલાવવું એવો સંકલ્પ કર્યો અને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી ને સંકલ્પ મોકલી આપ્યો, હવે આ સંકલ્પ પુરો કરવા હું સ્કૂલ કોલેજ ખાતે કાર્ય ક્રમ યોજવા લાગ્યો, વિદ્યાર્થીઓસંકલ્પ કરે કે હું જીવન માં ક્યારેય વયસન નહીં કરું એટલે તે વિદ્યાર્થી ને હું ચોકલેટ ખાવડાવતો, મેં વયસન મુક્તિ માટે કવિતાઓ, અને સ્લોગન તૈયાર કર્યા, વિધાર્થીઓ ને ગમ્મત કરાવતા, કવિતા અને સ્લોગન ના સ્ટીકર બનાવી જાહેર સ્થળોએ લગાવવા લાગ્યા,  મારા થકી  વ્યંસન મુક્તિ અંગે પ્રેઝન્ટેશન ગુજરાતી અને અંગ્રેજી માં જાતે તૈયાર થયું, મેં મારા જન્મ દિવસ નિમિતે ૨૦૧૦ માં એક કેલેન્ડર મારા માતા પિતા સાથે અને વ્યંસન મુક્તિ ના સંદેશા સાથે છપાવી તેનું વિમોચન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નયન ભાઈ શુકલ ના હસ્તે તેઓની ઓફિસ માં, સ્વામિનારાયણ ગુરુકુળ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભાનુ પ્રકાશ સ્વામી, રામબા બી ઍડ કૉલેજ ના પ્રિન્સિપલ ડૉ એ આર ભરડા, તથા ભાવસિંહ જી હાઈ સ્કૂલ ના પ્રિન્સિપલ શ્રી એન જી વ્યાસ ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું.  પોરબંદર ના અનેક અખબારો એ અને ટી વી માધ્યમો એ  મારા આ કાર્ય ની નોંધ લીધી, મારા આ સુંદર સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરી, ઈ ટી વી, જી ટી વી અને ટી વી નાઇન દ્વારા તેઓનો ઈન્ટરવ્યું લઈ લોકો અને વિધાર્થીઓ સુધી મારી વાત પહોંચાડી,   આ સંદેશ માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી પહોંચતા તેઓને મુખ્ય મંત્રી જ્યારે પોરબંદર ખાતે ગરીબ કલ્યાણ મેળામાં આવેલા ત્યારે મને ફોન કરીને મળવા માટે વીલા માં ચૌપાટી ખાતે રૂબરૂ મળવા બોલાવ્યા, મ ને ચિંતા થઈ કે મુખ્ય મંત્રી શ્રી તેઓને કેમ બોલાવ્યા હશે? મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા, મારા અધિકારીઓ પણ ચિંતા માં આવી ગયા, કે આપણી ઓફિસ નો કોઈ પ્રશ્ન હશે કે શું,? તે સમયે ચૌપાટી પર સૌ “રેતી શિલ્પ” ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત હતા, મુખ્ય મંત્રી શ્રી ની વ્યવસ્થા માં ત્યાં હાજર હતા, પરંતુ તેઓ એ મને વીલા માં મળવા માટે બોલાવ્યા હતા એટલે તેઓ વીલા માં પહોંચ્યા, ત્યાં શ્રી પુરુષોત્તમ રૂપાળા સાહેબ હજાર હતા, મોદી સાહેબે શ્રીએ મને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા, તેઓ એ મારો પરિચય રૂપાલા સાહેબ સાથે કરાવ્યો, માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મારા  દ્વારા રચાયેલ કવિતા “બીડી બાઈ ની જાન” ગાઈને સંભળાવવા કહ્યું, તેઓ ને મેં કવિતા ગાઈ સંભળાવી, સાહેબ ખૂબ ખુશ થઈ ગયા, શ્રી  તેઓ એ મને આ કાર્ય મા આગળ વધવા પીઠ થાબડી કહ્યું કે “તુમ આગે બડો હમ તુમ્હારે સાથ હે, “, ત્યાર બાદ હું મારા ઓફિસ મિત્રો સાથે મળીને જમવા ગયો અને ખુશી વ્યક્ત કરી,પોરબંદર સંદીપની આશ્રમ ખાતે કથાકાર પૂજ્ય શ્રી રમેશ ભાઈ ઓઝા ગુરુ પૂર્ણિમા દિવસે તેજસ્વી શિક્ષકો નું સન્માન કરે છે તે માં મ ને બોલાવ્યો અને મારું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું, મારા દ્વારાશ્રી રમેશ ભાઈ ને પૂછવામાં આવ્યું કે હું શિક્ષક નથી તો મને કેમ બોલાવ્યા ત્યારે રમેશભાઈ ઓઝા દ્વારા જણાવવામાં આવ્યું કે તમારું કામ તો શિક્ષક કરતા પણ ઊંચું છે, આ કાર્ય માટે નેશનલ ગ્રૂપ એસોસિએશન નાગપુર દ્વારા “મૌલાના અબ્દુલ કલામ આઝાદ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે, તારીખ ૭ ડિસેમ્બર ૨૦૧૨ માં ગાંધી નગર કલ્ચર ફોરમ દ્વારા સાહિત્ય પર્વ ની ઉજવણી કાર્ય ક્રમ માં ચૌધરી મહિલા કોલેજ ખાતે તેઓ ના બે પુસ્તક નું વિમોચન પરમ પૂજ્ય મોરારી બાપુ ના હસ્તે કરવામાં આવ્યું, પુસ્તક નું નામ ૧. સ્વર્ણિમ સંકલ્પ, ૨. ચાલો વયસન મુક્ત શાળા કોલેજ નું નિર્માણ કરીએ  માનનીય ગવર્નર શ્રી ડૉ કમલા બેનીવાલ ના કર કમળો થી ધરતી રત્ન અવોર્ડ ૨૦૧૧ અમદાવાદ ના આશીર્વાદ એજૂકેંસન ટ્રસ્ટ ના આયોજન મા મ ને એનાયત કરવામાં આવ્યો, મને આ કાર્ય થી ખૂબ જ આનંદ આવે છે અનેહું નિવરૂટ થયા હોય તેવું લાગતું નથી, મ ને અનેક સમ્માન પ્રાપ્ત થયા છે, આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ ના પ્રમુખ શ્રી આર એસ પટેલ ના મારા માટે સમ્માનિત શબ્દો, આ પ્રમાણે છે, 
“ધરતી રત્ન અવોર્ડ(૨૦૧૧) વિજેતા ડૉ ગુલાબચંદ પટેલ” ધરતી પર બે પ્રકાર ના પુષ્પો ખૂબ માનીતા – પ્રિય છે. એક છે કમળ કથોપકથાન પ્રમાણે કમળ નું પુષ્પ પ્રજાપિતા બ્રહ્મા જી નું આસન છે, આજ બ્રહ્મા જી સૃષ્ટિનું સર્જન કરે છે,બીજું ફૂલ “ગુલાબ “‘બ્રહ્મા જી ના સર્જન માં’ “ગુલાબ” નું સ્થાન અનેરું છે ગુલાબ એ સ્વભાવે ગુલાબી સુગંધ થી મઘ મઘતું ફૂલ છે. બહારના સૌંદર્ય ની સાથે તેના અંતર માં જે સુગંધ છે તે પણ અનેરી છે, આવું “ગુલાબ” નામધારી એક વ્યક્તિ ને મળીએ, મૂળ નામ ગુલાબચંદ પટેલ છે તેમનામાં તેમના કાર્યો ની સુગંધ છે અને તેમની વાણી કર્ણપ્રિય છે, શીતળતા નો અનુભવ કરાવે તેવી શાંત – સંસ્કારી અને સાંભળવી ગમે ઉપરાંત તેમની વાણી પ્રમાણે સંભાળનાર વર્તન કરવા પ્રેરાય તેવી છે. “ચંદ્ર” જેવી શીતળ છે,  શ્રી ડૉ ગુલાબચંદ પટેલ તેમના આ ગુણોનો ઉપયોગ લોકો ના કલ્યાણ માટે કરી રહ્યા છે,   જીવન માં સારી વાત નો સ્વીકાર /નુકસાન કરનારી વાતનો ત્યાગકેટલાક વ્યસન એવા હોય જેની ટેવ છોડવી એ કોઈક માટે સન્યાસ લેવા જેવું બની રહે, છતાં ગુલાબચંદ ભાઈ ની સ્નેહ ભરી વાણી ના પરિણામે ઘણા બધા માણસો એ “ઝેરી” વ્ય્‌સનો થી સન્યાસ સ્વીકારી લીધો છે, આપણો સમાજ “શુરા” ને બિરદાવે છે, સુરા ને દફનાવી દે છે બિરદાવવા નું અને દફનવવાંનું પ્રેરક બળ છે. ગુલાબચંદ ભાઈ નું મીઠી ચોકલેટઅંને પાણી મૂકવા જેવી સોગંદ લેવા જેવી પ્રતિગના, આવી પ્રવૃત્તિ કરવાથી ગુલાબ ચન્દ ભાઈ ને શું ફાયદો?અરે ભાઈ એમની પાસે “સરસ્વતી” જેવી વાણી છે, તેમની પાસે દેવ દેવીઓને સ્નાન કરાવાય, શુભ પ્રસંગો એ જેનો છંટકાવ થાય તેવું “ગુલાબ” જળ છે, આવી વ્યક્તિ ને મન બીજા કોઈ ફાયદા નો વિચાર પણ ક્યાંથી આવે? છતાં સ્વર્ણિમ ના કાર્યો કર્યે જાય છે, એમના સમાજ શુધ્ધિ કરણ ના કાર્ય માટે અનેક અભિવાદન ના અધિકારી બની રહ્યા છે. ખાસ વાત મહત્વ ની એ છે કે તેઓ “ગાંધી નગર” ના નિવાસી છે, પોતાનો સમય આપી વ્યસની ઓ ને સમજાવી વ્યંસન મુક્ત કરે છે, ગુલાબ ચન્દ ભાઈ કમળ જેવી કોમળ કવિતા ઓ લખે, સૌ કોઈ ને ગમે, જે ધરતી આ પુષ્પો, પ્રેમ થી આપે છે તે માત્રુભૂમિ ભારત ને ભૂલ્યા નથી “જય જય ગરવી ગુજરાત” “નર્મદા ના વારસદાર છે, નામ “ગુલાબ” ચન્દ ભાઈ “છે. ગાંઠ નું ગોપીચંદ સમાજ ને અર્પે છે આવું કાર્ય કરનાર ને કોઈ પોતાના વખાણ કરે કે ન કરે, તેની પરવા નથી ખરેખર તો પોતાની પ્રસંશા બાબતે આવા સન્યા શી ને ગમે કે ન ગમે આપણે તો,. આ “કર્મ દિપ” અવોર્ડ” ફૂલ નહીં ને ફૂલ ની પાંખડી “કૃતાર્થ થઈને આપ ને અર્પણ,” પ્રસરતી રહે આપની સુગંધ સર્વદા “આર એસ પટેલ-પ્રમુખ આશીર્વાદ એજયુકેશન ટ્રસ્ટ અમદાવાદ મારું કાવર્ધા છતિશગઢ ખાતે ગ્રંથ મુનિ કૉલેજ માં ઓલ ઇન્ડિયા કોન્ફરન્સમાં તજગ્ન તરીકે બોલાવી બહુમાન કરેલ છે, હું મહિલા ઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજુ છું હું દશ વર્ષ થી વ્યંસન મુક્તિ કાર્ય ક્રમ યોજુ છું મેં 300 થી વધુ સ્કૂલ કોલેજ ખાતે કાર્ય ક્રમ યોજ્યા છે, 10 000 થી વધુ વિધાર્થીઓને અને શિક્ષકો ને વ્યંસન મુક્તિ સંકલ્પ લેવડાવેલ છે. મને  ગુજરાત ના તમામ ધાર્મિક સંતો ના આશીર્વાદ જેવા કે પ્રમુખ સ્વામી મહારાજ, ઓમ શાંતિ ના કૈલાશ દીદી ના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા છે.હું સામાજિક કાર્યકર ઉપરાંત એક સારો હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક છું, મને ભારત ભર માં થી ૫૦ જેટલા સન્માન પ્રાપ્ત થયા છે, મારા ગુજરાતી ભાષા માં પાંચ પુસ્તકો પ્રકાશિત થયા છે, તેમજ હિન્દી માં ચાર પુસ્તકો પ્રકાશિત થયા છે, 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM