વિવિધ સેવાકાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરતા ગાંધીનગર મહાનગરના ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ

દિવ્યાંગજનોને ટ્રાઇસિકલ વિતરણ, મુકબધીર બાળકો માટે ભોજન વ્યવસ્થા સાથે કેક કટિંગ તેમજ પતંગ-દોરી વિતરણ, અર્બન હેલ્થ સેન્ટરોના મેડિકલ સ્ટાફને મીઠાઈ વિતરણ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ, વૃદ્ધાશ્રમના વડીલોને શાલ-સાડીનું અને મીઠાઈનું વિતરણ સહિતના સેવકાર્યો કરી જન્મદિનની ઉજવણી કરતા ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે, ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ મહાનગરપાલિકાના ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલે તેમનો જન્મદિવસ વિવિધ સેવકાર્યો થકી ઉજવ્યો હતો. ડૅ. મેયરશ્રીએ શ્રી સ્વામીનારાયણ મંદિર, સેક્ટર:૨ ખાતે પ.પૂ.શ્રી પી.પી.સ્વામીજી આશીર્વાદ લઈ ત્રણ દિવ્યાંગજનોને ટ્રાઇસિકલનું વિતરણ કર્યું હતું.ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલે સેક્ટર ૨૮ સ્થિત સમર્પણ મુકબધીર સ્કૂલ ખાતે બાળકો સાથે સમય પસાર કરી કેક કટિંગ કર્યું હતું અને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી તેમજ પતંગ-દોરીનું વિતરણ કર્યું હતું. સાથે સાથે સેક્ટર ૧૯ સ્થિત સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ ખાતે બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. આ ઉપરાંત શ્રી ગોલે કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર તરીકે ફરજ બજવતા ગાંધીનગર મહાનગરપાલિકાના ચાર અર્બન હેલ્થ સેન્ટર(સેક્ટર ૨, ૨૪, ૨૯ અને પાલજ)ના સ્ટાફને મીઠાઈનું વિતરણ કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ વોર્ડમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ડૅ. મેયરશ્રીએ મુ.મોડી સ્થિત વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને શાલ, સાડી તેમજ મીઠાઈનું વિતરણ કરી વડીલજનોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સેવાકાર્યમાં મેયરશ્રી હિતેશ મકવાણા, મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, સ્ટૅ. કમિટી ચેરમેનશ્રી જસવંતભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ગૌરાંગ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ વ્યવસ્થામાં શહેર મંત્રી જીગ્નેશભાઈ ઠક્કર, કાર્યાલય મંત્રી હરીશ રાણા, કોષાધ્યક્ષ જયેશ બારોટ, યુવા મોરચા પ્રમુખ યુવરાજસિંહ ચાવડા, વિનોદ ઉદેચા, રવિભાઇ રાવલ, રમેશભાઈ રાવળ, ભૌમિક સુતરિયા સહભાગી થયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM