ગાંધીનગર ખાતે ટેક્વોન્ડોનાં દરેક કલર બેલ્ટનાં વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં લઇને ગાંધીનગર, સેક્ટર-3 ખાતે ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન અને ફિટનેસ ફસ્ટ ગાંધીનગર દ્વારા ટેક્વોન્ડોનાં દરેક બેલ્ટનાં વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશનનાં માસ્ટર શ્રી જતીન દવે અને ફિટનેસ ફસ્ટ ગાંધીનગરનાં કોચ શ્રી મિલન કંસારા દ્વારા દરેક કલરનાં બેલ્ટની એક્ઝામ લેવામાં આવી હતી. જેમાં 25 જેટલાં વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા આપી હતી સાથે દરેક પરીક્ષાર્થીઓને મિલાપ ટાટારિઆ ટાઇગરએ શુભેચ્છાઓ પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *