વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની ઉચ્ચકક્ષાએથી જવાબદારી જામનગરના ભરતભાઈ મોદીને સોંપાતા સમગ્ર હાલારના બંને જિલ્લાના દેશદાઝ ધરાવતા સૌ નો વધ્યો ઉત્સાહ— હોદેદારોએ સન્માન કર્યું
જામનગર ( ભરત ભોગાયતા)
સત્વ અને તત્વ નો વ્યાપ વધારવાનો.મુખ્યહેતુ છે તેમ અઢી દાયકાથી એકધારી VHP ની જવાબદારી નિભાવતા સામાજીક ધાર્મીક જાહેરજીવન ના સુઝ બુઝ પ્રસારની સાથેના માર્ગદર્શક રહ્યા છે તેવા વિશ્ર્વહિંદુ પરીષદના નવનિયુક્ત અને અગ્રણી મોદીજી એ જામનગરમાં બ્યુરો ચીફ ભરત ભોગાયતા ( b.sc.,ll.b.,dny(aayu.uni. )ને જણાવ્યુ તેઓની સૌરાષ્ટ્ર કચ્છ VHP અધ્યક્ષ તરીકે વરણી થયા ના પ્રતિભાવ બેઠક વખતે આ સંવાદ યોજાયો હતો
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની ઉચ્ચકક્ષાએથી જવાબદારી જામનગરના ભરતભાઈ મોદીને સોંપાતા સમગ્ર હાલારના બંને જિલ્લાના દેશદાઝ ધરાવતા સૌ નો ઉત્સાહ વધ્યો છે અને સૌ હોદેદારોએ સન્માન કર્યું હતુ
જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ સૌપ્રથમ હાલારના આંગણે આવતા ભરતભાઈ મોદીનું વિશ્વ હિન્દુ પરિષદ જામનગરના હોદ્દેદાર અગ્રણીઓએ ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા. ભરતભાઈ મોદી અગાઉ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ ઉપરાંત હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્થાન માટે લાંબા સમયથી સેવા આપી રહ્યા હતા. જૂનાગઢ ખાતે મળેલી રાષ્ટ્રિય કાર્યકારણી ની બેઠકમાં ગુજરાતના સૌથી વધુ 18 જિલ્લાઓના સયુંકત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સ્થાને ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહેલા અગ્રણી વેપારી અગ્રણી અને લોહાણા સમાજના ભામાશા એવા અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા ભરતભાઇ મોદી ની નિમણૂક કરવામાં આવી છે.

