શારીરિક કસોટી પાસ કરનાર યુવક-યુવતીઓમાં સરકારી નોકરી મેળવવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખોબા જેવડા ખંભીસર ગામના સો થી વધુ શિક્ષકો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે ખેતીના વ્યવસાય સાથે શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે હાલ રાજ્ય સરકાર દ્રારા પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી માટે હાલમાં શારીરિક કસોટી ચાલી રહી છે ત્યારે મોડાસાના ખંભીસર ગામમાંથી ૨૫ થી વધુ યુવક-યુવતીઓએ લોકરક્ષક દળની શારીરિક કસોટી સફળતા પૂર્વક પાસ કરી છે જેમાં પરિવારના પશુપાલનના ધંધામાં પરિવાર સાથે ખભે ખભા મીલાવી તનતોડ મહેનત કરનાર ૧૦ થી વધુ દીકરીઓ શારીરિક કસોટીમાં મેદાન માર્યું છે મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં પશુપાલન અને ખેતી ના વ્યવસાય સાથે જોડાયલા પરીવારના દીકરા-દીકરીઓએ પીએસઆઈ બનવાનું સ્વપ્ન પુર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી શારીરીક કસોટીમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો, જેના ભાગરુપે ગામમાંથી ૨૫થી વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે અને હાલ અભ્યાસ,ઘરકામની સાથે લોકરકક્ષક દળની લેખિત પરીક્ષા પાસ કરવા માટેની તૈયારીમાં લાગી ગયા છે શારીરિક કસોટી પાસ કરનાર યુવક-યુવતીઓમાં સરકારી નોકરી મેળવવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે કહેવાય છે કે અડગ મન ના મુસાફરને હિમાલય પણ નડતો નથી તે ઉક્તિને સાર્થક કરી હોય તેમ ખંભીસરના દીકરા- દીકરીઓએ છેલ્લા ત્રણેક મહિનાથી કડકડતી ઠંડીમાં પરસેવો વહાવ્યો હતો અને સતત ત્રણેક મહિનાની પ્રેક્ટીસના કારણે પગે ઉઝરડા થઈ ગયા હોવા છતાં પણ મકકમ મનોબળ રાખી પરીક્ષા પાસ કરી હતી. શારીરિક કસોટીની ટ્રેનિંગ માટે ગામના વ્યાયામ પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવી ચુકેલા કેતન પટેલ દ્રારા વહેલી સવારથી દીકરા દીકરીઓએ તનતોડ ટ્રેનિંગ આપવામાં આવતી હતી.પચ્ચસીથી વધુ ઉમેદવારોમાં દસથી વધુ દિકરીઓએ પણ ઘર અને અભ્યાસની સંપુર્ણ જવાબદારી હોવા છતાં સવારે તબેલાનું કામકાજ પુર્ણ કરી વહેલી સવારના પાંચ વાગે મેદાનમાં હાજર થઈ પોતાનું શારીરિક કસોટી પુર્ણ કરવાનું લક્ષ સિદ્ધ કર્યું હતું. ગામના યુવાનોએ મેદાન અને વાંચવા માટે વ્યવસ્થા કરવામાં આવી*પોલીસ ભરતીમાં ગામમાંથી મોટી સંખ્યામાં યુવક યુવતીઓ પાસ થાય તે માટે ખંભીસર ગામના યુવાનો દ્રારા શ્રી ગંગાનાથ મહંત વિદ્યાલયમાં પોલીસ ગ્રાઉન્ડ બનાવામાં આવ્યુ હતું તેમજ શારીરિક પરીક્ષા પાસ કરનાર માટે ગામમાં જ વાંચવા માટેની અલગ વ્યવસ્થા યુવાનો દ્રારા ઉભી કરવામાં આવી હતી જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના અનુભવી યુવાનો દ્રારા વિવિધ વિષયોની તૈયારીઓ કરાવવામાં આવી રહી છે

