સુરત મહાનગરપાલિકાની નાગરિકોને માર્ગદર્શન માટે નમૂનારૂપ ફોર્મ

વેબસાઈટ મારફત સુરત મહાનગરપાલિકા સુરત શહેરના નાગરિકોને મહાનગરપાલિકાને લગતી વિવિધ સેવાઓ સરળતાથી મળી રહે તે માટે હર હંમેશ પ્રયત્નશીલ રહે છે . નાગરિક લક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રો અને ઓનલાઈન પોર્ટલ તથા મોબાઈલ એપ મારફત સેવાઓ પૂરી પાડવામાં આવે છે . સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ મેળવવા માટે નિયત કરેલ ફોર્મ મહાનગરપાલિકાની વેબસાઈટ મારફત વિનામુલ્યે ઉપલબ્ધ કરાવવાની શરૂઆત માર્ચ -૨૦૧૩ થી કરવામાં આવેલ જેનો નાગરિકો દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવે છે . સુરત મહાનગરપાલિકાની જુદી જુદી સેવાઓ જેમકે જન્મ – મરણ , ગુમાસ્તધારા , લગ્ન નોંધણી , આકારણી , વ્યવસાયવેરા , વિગેરે માટેના ઓફલાઈન ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તથા માંગેલ માહિતીમાં કઈ વિગત ભરવી તેની જાણકારી ફોર્મ ભરનાર અરજદાર નાગરિકોને સંપૂર્ણપણે હોવાના કિસ્સામાં અરજદાર – નાગરિકોને તે ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તેના નિવારણ માટે દરેક શહેરીજનો સરળતાથી ફોર્મ ભરી શકે તેમાટે નમૂનારૂપ ફોર્મ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવાનો શુભારંભ આજ રોજ તા . ૧૮.૦૧.૨૦૨૨ ના રોજથી માન . મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા દ્વારા ડેપ્યુટી મેયરશ્રી દિનેશભાઈ જોધાણી , માન.સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ , માન . મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછાનિધી પાની IAS તથા માન.શાસકપક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે . પ્રથમ તબ્બકામાં નાગરિકોને સ્પર્શતી મહત્તમ સેવાઓ માટેના જુદા જુદા ફોર્મ ઉપલબ્ધ કરવામાં આવેલ છે . તબ્બકાવાર તમામ સેવાને લગતા નમૂનારૂપ ફોર્મ વેબસાઈટ મારફત ઉપલબ્ધ કરવામાં આવશે . નાગરિકો આ સંદર્ભે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in/Downloads/OnlineForms લીંક વિઝીટ કરી નમુના રૂપ ફોર્મ મેળવી શકે છે .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM