વિસનગર શહેર ભાજપના નવા વરાયેલા હોદ્દેદારશ્રીઓની મીટીંગ વિસનગર માર્કેટયાર્ડ હોલ ખાતે રાખવામાં આવી હતી જેમાં મહેસાણા જીલ્લા સંગઠનમાંથી પધારેલ શ્રી અરવિંદભાઈ નાયકની ઉપસ્થિતિમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. સૌપ્રથમ પૂર્વપ્રમુખશ્રી દ્વારા સ્ટેજનું સંચાલન કરતાં શ્રી અરવિંદભાઈ નાયકનું નવનિયુક્ત પ્રમુખશ્રી મનીષભાઈ પટેલ (ગળીયા)ના હસ્તે ખેસ ઓઢાળી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વિજયભાઈ પટેલ દ્વારા નવનિયુક્ત પ્રમુખશ્રી મનીષભાઈ પટેલ (ગળીયા) તથા મહામંત્રીશ્રી રણછોડભાઈ ડી. રબારી (આર.ડી.), પ્રકાશભાઈ એમ. પટેલ (મનશાંતી) તથા ઉપસ્થિત તમામ નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા. ત્યારબાદ તેમના કાર્યકાળ દરમિયાન મળેલ સહકાર બદલ સગઠનના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને નવા વરાયેલા સભ્યોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. વિજયભાઈ પટેલ દ્વારા ભાજપ સંગઠનનું મહત્વ અને તેની કાર્યશૈલી વિશે વિસ્તૃત માહિતી આપી અને આગામી વિધાનસભાની ચુંટણીને લક્ષમાં રાખીને તૈયારી કઈ રીતે કરવી તેની સમજણ આપી હતી. ત્યારબાદ નવનિયુક્ત શહેર પ્રમુખશ્રી મનીષભાઈ પટેલ

