બાળ અપરાધ એક સામાજિક સમસ્યા… વિજ્ઞાન જાથા

રાજકોટ ઝોનલ ઓર્બ્ઝવેશન હોમમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરો માટે ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ

ગાંધીનગર રાજયનું સમાજ સુરક્ષા ખાતું સંચાલિત ઝોનલ ઓર્બ્ઝવેશન હોમ કમ પ્લેસ ઓફ સેફટીમાં જુવેનાઈલ બાળકો માટે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. બાળ અપરાધ એક સામાજિક સમસ્યા, માતા–પિતાની હુંફનો અભાવ, બાળકને અસલામતીનો મનોમન ઉદ્દભવ સાથે વર્તમાન મોબાઈલ, સોશ્યલ મિડીયા, ટી.વી. સીરીયલો, સિનેમા ફિલ્મો, આસપાસનું વાતાવરણ અપરાધમાં વધારો કારણભુત હોવાનું તારણમાં આવ્યાની વાતચીતમાં જાથાએ વિશ્લેષણ કર્યું હતું.
વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર્યક્રમનું ઉદ્દઘાટન ઓફિસ સુપ્નિન્ટેન્ડેન્ટ એન. કે. ઉપાધ્યાયે કરતાં જણાવ્યું કે, જુવેનાઈલ બાળકોની વિશેષ કાળજી લેવામાં આવે છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને કિંમતી રાષ્ટ્રીય વારસો છે માટે ખૂબ જ મોટી જવાબદારીપૂર્વક તેની પરવરિશ સાથે દેખભાળ કરવામાં આવે છે. વિજ્ઞાન જાથાની પ્નવૃત્તિ સમાજ માટે ઉપકારક છે તેવું માનું છું. બાળ અપરાધના કિસ્સા ઓછા થાય તે માટે સૌએ જવાબદારી સાથે કાળજી લેવાની જરૂર છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી મિત્સુબેન વ્યાસે જુવેનાઈલ બાળકોને ચમત્કારોથી ચેતો તાલીમ જીવનપર્યંત ઉપયોગી સાબિત થશે. નવજીવનના પગથિયાની શરૂઆત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ–અભિગમ આવકારદાયક છે. જાથા દેશના સંવિધાનનું વૈજ્ઞાનિક મિજાજ કેળવવાનું કાર્ય સરાહનીય છે. જાથાના કાર્યક્રમો બાળકિશોરોને ઉપકારક સાબિત થશે તેમાં કોઈ શંકા નથી તેવું માનું છું.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામીએ કાર્યક્રમ નિહાળી, સમાજના પ્નત્યેક વિભાગો, જ્ઞાતિ સમુહોમાં જાથાનો કાર્યક્રમ ઉપયોગી થશે તેવો વ્યકિ્ મત છે. બાળ–કિશોરોને મનોરંજન સાથે જાદુગર વિકરાલે રજૂ કરેલા પ્નયોગો માનસિક પરિવર્તનનું કામ કરશે. જાથાની પ્નવૃત્તિની ભારોભાર પ્નશંસા કરી હતી.
જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના રાજકોટના મેમ્બર રમેશ દોમડીયાએ જાથાની વિચારધારાથી પ્નભાવિત થઈ આજે આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી છે. જાથા વર્ષોથી કામ કરે છે તે નજરે જોઉં છું. કાયદા સંઘર્ષમાં આવેલા બાળકોના ચહેરા જોઈ મને વિશેષ આનંદ થાય છે. જ્ઞાન–વિજ્ઞાનનો કાર્યક્રમ છે. પોતાના પરિવારો છેતરાય નહિં તે માટે ઉપયોગી સાબિત થશે. જાથા સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ બાળ–કિશોરોને પ્નયોગ નિદર્શનમાં એકના ડબલ, હાથમાંથી કંકુ–લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, માથા ઉપર સગડી રાખી આરતી કરવી, મનગમતી મિઠાઈ ખવડાવવી, સંમોહન, અગ્નિનું આપોઆપ સળગવું, પાણીની અંજલિ મંત્રોચ્ચારથી અગ્નિનું પ્નગટવું વગેરે પ્નયોગ શીખવી ચમત્કારો પાછળના વૈજ્ઞાનિક રહસ્યોની જાણકાર આપી હતી. પરિવારોને અંધશ્રદ્ધામાંથી કેમ બચાવવા, સાથે પોતાની જાતને વૈજ્ઞાનિક માનસ રાખવા સંબંધી પ્નયોગ સાથે સમજ આપવામાં આવી હતી. જાથાએ આજે ૯૯૯૭ મો કાર્યક્રમનું સમાપન કર્યું છે. દેશ આખામાં જાથાનો કાર્યક્રમ લોકપ્નિયના કારણમાં સમાજ જીવનના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી યોજવામાં આવે છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ–કિશોરોને તાલીમ આપતા જાથા પણ ગર્વ અનુભવે છે.
વિશેષમાં જાથાના પંડયાએ ઝોનલ ઓર્બ્ઝવેશન હોમના સ્ટાફ અને વકીલ મિત્રો સાથે વાતચીતમાં જણાવ્યું કે સાર્વત્રિક સર્વે અનુસાર બાળકનું મન એ કોરી પાટી જેવું હોય છે. શિક્ષણ માત્ર શિક્ષક જ નથી આપતા. સમાજ, કુટુંબ, માતા–પિતા બધાની સીધી કે આડકતરી અસર બાળક ઉપર પડે છે તેને કંઈક મનોમન શીખવે છે. ૧ર થી ૧૬ ની કિશોરાવસ્થાની ઉંમર બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયે બાળકના ખોટા માર્ગે ચાલવાની શરૂઆત થઈ શકે છે. ભારતીય સમાજમાં બાળ ગુનાઓનું પ્નમાણ દિવસે ને દિવસે વધતું રહ્યું છે તે માટે સરકાર સહિત સમાજના બહુધા વર્ગે વિચારીને સારુ અનુકરણ કરવાની જરૂર છે. અપરાધ ઓછો થાય તે માટે સૌએ જવાબદારી ઉપાડવી પડશે. કોઈપણ બાળક જન્મજાત અપરાધી નથી તેના અપરાધમાં અનેક પરિબળો જવાબદાર છે તેના નિરાકરણ માટે વિચારવું પડશે. જવાબદારી વગરનું માતા–પિતાનું અંગત જીવન, ટી.વી. સીરીયલો, સિનેમા ફિલ્મો, પડોશી વાતાવરણ, મોબાઈલ વિગેરે મહદ્દ અંશે જવાબદાર છે.
એડવોકેટ જયંત પંડયાએ ઓફિસમાં પોતાના વિચાર મુકતા જણાવ્યું કે, બાળ અપરાધ એ એક સામાજિક સમસ્યા છે. બાળકો અનુકરણશીલ હોય છે, તેઓ દરેક સારા–ખરાબ કાર્યો વડીલો પાસેથી અનુકરણના આધારે શીખે છે. બાળકોને સમાન સ્નેહની જરૂર છે. બાળકનો વિકાસ વિવેક પર માતા–પિતાની સીધી અસર જોવા મળે છે. બાળકોની જરૂરીયાત પુરી કરવામાં માતા–પિતા અસમર્થતામાંથી અસલામતિ પેદા થાય છે.
બાળ માનસ ઉપર અપરાધમાં કૌટુંબિક કારણો, ભૌતિક વારસો, શારીરિક, માનસિક વિકલાંગતા, માતા–પિતા દ્વારા વારંવાર અપમાન, પરિવારની આર્થિક સ્થિતિ, ભીડભર્યું કુટુંબ, સગવડતાનો અભાવ, માનસિક અક્ષમતા, ભાવનાત્મક અસ્થિરતા અને માનસિક સંઘર્ષ, સમુદાય, પડોશી, મૂવી અને પોર્નોગ્રાફી, માતા–પિતા તરફથી હુંફનો અભાવ, રૂપિયા કમાવવાની દોટ, વ્યકિતગત અસમંજસ જીવન વિગેરે પરિબળોમાં સુધારણા કરવાથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે. બાળકની ઉછેરની શૈલી હોય તેની અસર બાળકના સમગ્ર વ્યક્ત્વિ પર થાય છે. ભારતમાં વસ્તી વધારો મુખ્ય સમસ્યાના નિવારણ માટે વિચારવાનો સમય આવી ગયો છે. પરિવારોનો રોજગારીનો યક્ષ પ્નશ્ન દૈનિક જીવનમાં સતાવે છે તેમાંથી અનેક સમસ્યાઓના ઉદ્દભવ સ્થાનમાં અપરાધ એક પરિબળ છે.
જાથાના પંડયાએ વાતચીતમાં જણાવ્યું કે દેશમાં બાળક જાતીય શોષણનો શિકાર બને છે. તેમાં મોબાઈલ ફોન, કોમ્પ્યટર, ઈન્ટરનેટના ઉપયોગમાં સરળતા, અશ્લીલતા, માતા–પિતાની વચ્ચે પરસ્પર તકરાર અને ઝઘડાઓ બાળકોને ખોટી દિશામાં જવા પ્નેરિત કરે છે તેમાં પરિવર્તન અતિ જરૂરી છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને કિંમતી વારસો છે. ૧ર થી ૧૬ વર્ષની કિશોરાવસ્થા ઉંમર બાળકો માટે મહત્વપુર્ણ છે. આ સમયમાં વ્યક્ત્વિના નિર્માણ અને સર્વાંગી વિકાસનો નક્કર પાયો નખાય છે. આ સમયમાં ખોટા માર્ગે ચાલવાની શરૂઆત પણ થાય છે. કિશોરાવસ્થામાં વિકલાંગતામાં માનસિક હતાશામાંથી અપરાધ તરફ ધકેલાય છે. હુંફ–સાચી સમજ સન્માર્ગે વાળે છે. ઝુંપડપટૃી વિસ્તાર, પડોશી વાતાવરણ બાળ ઉછેરમાં અવરોધનો એક પરિબળ છે. કોરોના જેવા રોગ વખતે ભય–મહામારીમાં માવજત ઉપર અસરમાં કુમળા મનને ગંભીર અસર થાય છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. મન ઉપર ભય સવાર થઈ જાય છે. સવલતનો અભાવ અપરાધ તરફ દોરી જાય છે. બાળકોને સોશ્યલ મિડીયાથી દૂર રાખવા જોઈએ. આવેગો ઉપર નિયંત્રણ કેમ કરવું તેની સુઝબુઝ હોવી જોઈએ.
આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા ઓફિસનો સ્ટાફ, ઝોનલ ઓર્બ્ઝવેશનના કર્મચારીઓ, ગાર્ડ, જાથાના સદસ્યો, જાગૃતોએ હાજરી આપી હતી.
જાદુગર વિકરાલે જુવેનાઈલ બાળકોને જાદુની આઈટમો બતાવી દિલ જીતી લીધા હતા. જાદુના પ્નયોગોમાં વિજ્ઞાનની હરણફાળ કેટલી, હાથ–ચાલાકી વિગેરે બતાવ્યું હતું. જાદુમાં મેલીવિદ્યા જેવું કશું જ નથી. આજે પણ અમુક જાદુગરો પાસે અંધશ્રદ્ધાળુઓ દોરા બનાવવા જાય છે જે દુ:ખદ છે. મુઠચોટ નામે તુત ચાલે છે.
પ્નયોગ નિદર્શનમાં જાથાના સદસ્યા ભાનુબેન ગોહિલ, અંકલેશ મનસુખભાઈ, જુનાગઢના પ્નકાશ વાળાએ ભાગ લીધો હતો.

  • – જુવેનાઈલ બાળકોને વિજ્ઞાન જાથાએ પ્નયોગોનું નિદર્શન કર્યું.
  • – બાળ અપરાધ માટે માનસિક અસમાનતા જવાબદાર… જયંત પંડયા
  • – મોબાઈલ, સિનેમા, ટી.વી. સીરીયલો, પડોશી વાતાવરણ અપરાધમાં જવાબદાર.
  • – માતા–પિતાની હુંફનો અભાવ, બાળકને અસાલમતી ઉદ્દભવ કારણભૂત.
  • – વર્તમાન સોશ્યલ મિડીયા જવાબદાર. બાળમાનસની અસરોમાં અનેક પરિબળો.
  • – વિજ્ઞાન જાથાનો ૯૯૯૭ જનજાગૃતિ કાર્યક્રમનું સમાપન.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM