મહેસાણા અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત દ્વારા જીજ્ઞાબેન શેઠને “શ્રેષ્ઠ સમાજ સેવક” એવોડ પ્રાપ્ત થયો.

ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ મહેસાણા જીલ્લા પંચાયત ના ઉપક્રમે અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત પોતાના 25માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા રજત જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાતના ફિલ્મી કલાકારો અને સમાજ સેવકોનું “કવિ કલાપી સાહિત્ય કલા” એવોર્ડ દ્વારા ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જૈન સમાજની દીકરી જિજ્ઞાબેન શેઠ ને “શ્રેષ્ઠ સમાજ સેવક” તરીકે પુરસ્કાર પ્રાપ્ત થયો.આ પ્રસંગે જીજ્ઞાબેન શેઠ એ જણાવેલ કે અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાતના આ નવતર અભિગમ બદલ સંસ્થાનો અને સંસ્થાપક શ્રી ડૉ.કેતન એમ.પંડ્યા “વિનીત” જીનો હૃદયના અંતઃકરણથી અભિવાદન કરેલ. જેમણે મારી સેવાઓને બિરદાવવા મને “કવિ કલાપી સાહિત્ય કલા એવોર્ડ અર્પણ કરી “શ્રેષ્ઠ સમાજ સેવક” તરીકે સન્માનિત કરવામાં આવેલ.સાથોસાથ ઉપસ્થિત સૌ કલાકાર મિત્રો તેમજ સમાજના સેવાશ્રયીનો પણ.આ પ્રસંગે હૃદયના ઊંડાણથી આભાર વ્યક્ત કરું છું.જે મારા માટે સૌભાગ્યવંત અને ગૌરવાન્વિત બાબત છે.આ કાર્યક્રમમાં શ્રદ્ધાબેન ઝા,જીજ્ઞાબેન શેઠ,કેશવ રાઠોડ,જીતુ પંડ્યા,મૌલિક પાઠક,ભદ્રેશ દવે,રમેશ મહેતા,રતનસિંહ વાઘેલા,ઝીલ જોશી,નીરજ ગજ્જર, નીક્કી પેરેરા,ગ્રીવા કંસારા,જય રામી,બાળ કલાકાર,ગૌતમ દવે, મીનાક્ષી ઠાકર,ખુશી એમ.પંડ્યા,બાળ કલાકાર રાજ કે.પંડ્યા વગેરેએ ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *