શંખેશ્વર ખાતે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસમાં પ્રવીણભાઈ છેડાએ 200 દીકરા-દીકરીઓને દત્તક લીધેલ.

શંખેશ્વર તીર્થમાં છેલ્લા ૧૭ વર્ષથી ચાલી રહેલ જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ખાતે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી અને પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા અને પૂજ્ય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી શ્રેષ્ઠીવર્ય શ્રી પ્રવીણભાઈ ભીમશીભાઇ છેડા,શ્રીમતી મધુબેન પ્રવીણભાઈ છેડા ગામ-પુનડી કચ્છ,હાલે-મુંબઈ વાળા દાતા પરિવાર દ્વારા 200 દિકરા-દિકરીઓને દત્તક લીધેલ.જ્યારે શંખેશ્વર જેવા પછાત વિસ્તારમાં વસવાટ કરતા બાળકો માટે રણમાં એક સ્વપ્નની પરબ બની છેલ્લા 17-17 વર્ષથી શંખેશ્વર ગામમાં અને આ ગ્રામીણ વિસ્તારમાં 24 હજારથી અધિક વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટરનું જ્ઞાન પ્રાપ્ત કરીયું છે.આ વિસ્તારમાં બાળકોને રાહત દરે કોમ્પ્યુટરની ટ્રેનિંગ પણ અપાય છે.ત્યારે આવા એક પછાત વિસ્તારને ધ્યાનમાં લઈને એક જબરદસ્ત એક શિક્ષણનું કાર્ય કરેલ છે.એક શિક્ષણની પરબ બની જ્ઞાન રૂપી અમૃત દ્વારા પ્યાસ છીપાવવાનો એક જબરદસ્ત ભગીરથ પ્રયત્ન જેમણે કરીયું છે.અને આ શિક્ષણ કાર્યમાં ઉદાર દિલે લાભ લીધેલ છે.એવા એક સાચા અર્થમાં શિક્ષણ પ્રેમી શ્રેષ્ઠીવર્ય પ્રવીણભાઈ ભીમશીભાઇ છેડા બન્યા છે.આ પ્રસંગે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ખાતે શ્રીમાન પ્રવિણભાઈ છેડા, મધુબેન પ્રવીણભાઈ છેડા નું જીજ્ઞાબેન શેઠે સાલ,ફ્રેમ અને ગિફ્ટ અર્પણ કરી બહુમાન કરેલ.દાતા પરિવારની પ્રેમરત્ન પરીવાર અને કર્મ વીરાંગના,જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ચેરમેનશ્રી જીજ્ઞાબેન શેઠએ ખૂબ ખૂબ અનુમોદના કરી એન તેઓશ્રીના આ શિક્ષણ કાર્યને બીરદાવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *