નમો એપ થકી ભાજપાના માઈક્રો ડોનેશન અભિયાન તેમજ સુપોષણ અભિયાન અંગેની કામગીરીના સંદર્ભે મહાનગર ભાજપા મહિલા મોરચાની બેઠક યોજાઈ.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, મહાનગર ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’, ખાતે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ. દીપિકાબેન સરડવાની વિશેષ ઉપસ્થિતિમાં નમો એપ થકી ભાજપાના માઈક્રો ડોનેશન અભિયાન તેમજ સુપોષણ અભિયાન અંગેની કામગીરીના સંદર્ભે મહાનગર ભાજપા મહિલા મોરચાની બેઠક તા.૨ ફેબ્રુઆરીના રોજ યોજાઈ ગઈ હતી જેમાં વિવિધ મુદ્દે બેઠકમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગત સૌ એ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના રેફરલ કોડ સાથે ડોનેશન કર્યું હતું. મહાનગર ભાજપા સોશિયલ મીડિયા વિભાગ દ્વારા નમોએપના ઉપયોગથી ડોનેશનની પ્રક્રિયા અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ચંદ્રિકાબેન લીંબાચિયા, પ્રદેશ મહિલા મોરચા કાર્યાલય મંત્રીશ્રી અર્ચનાબેન ઠાકર, મહાનગર મહિલા મોરચા પ્રમુખ કુ.પ્રિયાબેન પટેલ, મહિલા કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના મહિલા હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *