- – અમદાવાદના ધારાસભ્ય, મહિલા કોર્પોરેટરની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી.
- – વિપક્ષ નેતાને ખતમ કરવાની બે મહિલાની વાતચીતમાં ભાંડાફોડ થયો.
- – પ્નજાના પ્નતિનિધિઓએ અંધવિશ્વાસમાં કાળા જાદુનો પ્નયોગ થયો.
- – કાળા જાદુ, સીફલી, ઈલમના નામે મુસ્લિમ મહિલાની છેતરપિંડીની કબુલાત.
- – મુસ્લિમ તાંત્રિકે કબુલાત આપી કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત કરી દીધી.
- – જાથાની ખબર પડતા ફરાર, કડક વલણ અપનાવતા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ.
- – ધોરાજી પોલીસ સ્ટેશનની પ્નશંસનીય કાર્યવાહી. જિલ્લા પો. વડા મીણાનો આભાર માન્યો.
અમદાવાદ : મહાનગરપાલિકા અમદાવાદમાં વિપક્ષ પદ માટે દાવેદારોની અંદરોઅંદર કુસંપના કારણે ધોરાજીની મુસ્લિમ મહિલા તાંત્રિક હમીદા તાહેરમીયા સૈયદે વાતચીતમાં ખતમ કરવાની, સોપારીની વાતચીતમાં કાળા જાદુના પ્નયોગ હોય ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ધોરાજી પોલીસ સ્ટેશનની મદદથી ૧ર૦૦ મો સફળ પર્દાફાશ કર્યો હતો. મુસ્લિમ મહિલાએ કબુલાતનામું આપી કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત કરી માફી માગી લીધી હતી.
બનાવની વિગતમાં અમદાવાદ મહિલા કોર્પોરેટર અને ધોરાજીમાં કાળા જાદુ કરનારી મુસ્લિમ મહિલા તાંત્રિકની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં ચોંકાવનારી હકિકતમાં વિપક્ષ પદ માટે બે દાવેદારોમાં ધારાસભ્યની ભલામણ અને વિપક્ષ નેતાને ખતમ કરવા, સોપારી આપી, નિમ્નકક્ષાની વાતચીત, કાળા જાદુથી નુકશાન પહોંચાડવું, કાવત્રું બહાર આવવાની સાથે પ્નજાના પ્નતિનિધિઓ દ્વારા અંધવિશ્વાસનો ફેલાવો, દહેશત, ભય, ગુમરાહ કરનારી ઘટના લોકો સમક્ષ આવી હતી. રાજકારણમાં મહિલા તાંત્રિકનો ઉપયોગ કરી ખતમ કરવા સંબંધી ભૂમિકાનો ઘટસ્ફોટ થયો હતો. ધારાસભ્યની પ્નજા પ્નત્યે ફરજની ઉપેક્ષા, સંવિધાન ભંગ સંબંધી હકિકત બહાર આવી હતી. બે મહિલાની વાતચીત, હલકી કક્ષાની મનોવૃત્તિથી જાગૃતો હતભ્રત, કાળા જાદુથી સોપારી આપવાની ઘટનાથી રાજકોટ વિજ્ઞાન જાથાના કાર્યાલયે ટેલીફોન ઘંટડી, માહિતીનો સ્તોત્ર મુકવામાં આવ્યો હતો. જાથાની ભૂમિકા સ્પષ્ટ કરવાનો અવસર આવી ગયો હતો. જેથી જાથાએ સ્થાનિકો કાર્યકરો પાસેથી વિશેષ માહિતી લેવાનો નર્ણયિ કર્યો હતો.
ધોરાજી મુસ્લિમ મહિલા તાંત્રિક હમીદા તાહેરમીયા સૈયદની કુંડળી મેળવતા ચોંકાવનારી હકીકતમાં આ મહિલા ઉપલેટા રોડ ઉપર મૂર્ગા ફાર્મની સામે રસુલપરામાં પોતાના મકાનમાં સીફલી, ઈલમ, કાળા જાદુથી લોકોના દુ:ખ–દર્દ મટાડવા સાથે અનેક વિધિ–વિધાનથી જોવાનું કામ કરે છે. મહિલા ઈરાકના બગદાદ શરીફ અબ્દુલ કાજીની માળા, દુઆથી તેના નામે ધતિંગલીલા આચરી શારીરિક, માનસિક, આર્થિક શોષણની હકિકત બહાર આવી હતી. નબળા મનના લોકોને સીફલીની મદદથી ખોટા નામો આપી અંદરોઅંદર ઝગડો કરાવવો, લાભ–નુકશાન પહોંચાડવું, કાળા દોરા, ટેક રાખવી, ખુલ્લેઆમ આર્થિક છેતરપિંડીથી રોજગારી મેળવવાની માહિતી પ્નાપ્ત થઈ હતી. અગાઉ અનેક લોકોએ જાથાને હમીદાના કરતૂતો સંબંધી માહિતી આપી હતી. ભય, ડર, સીફલીના કારણે ભોગ બનેલા આગળ આવતા ન હતા. મહિલા તાંત્રિકના પતિનું અવસાન પછી સીફલીથી ખતમ કરવા સુધીની લીલા શરૂ કરી હતી. ધોરાજીના સ્થાનિક કાર્યકરો, ઓડિયોની હકિકત આવતા જાથાએ જાત માહિતી મેળવવા રૂબરૂ જવાનું નક્કી કર્યું. ઉજાગર કરી લોકો સમક્ષ સત્ય હકિકત મુકવાનો નિર્ધાર કર્યો. હમીદાની ફાઈલ તૈયાર કરી લીધી.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા અને નાયબ પો. મહાનિરીક્ષક સંદિપસિંહને ફેકસ મોકલી મહિલા તાંત્રિકના પર્દાફાશમાં ધોરાજી પોલીસ સ્ટેશનના સ્ટાફની માંગણી કરવામાં આવી હતી. જિલ્લા એલ.આઈ.બી. એ ગંભીરતા સમજી અધિકારી પાસે ફાઈલ મુકતા પોલીસ બંદોબસ્ત સંબંધી આદેશ છુટયા હતા.
રાજકોટથી જાથાના વડા જયંત પંડયાના વડપણ હેઠળ અંકલેશ ગોહિલ, ભાર્ગવ પંડયા, ગુલાબસિંહ ચૌહાણ, રમેશ પરમાર, અરવિંદ કાપડીયા એડવોકેટ સહિતની ટીમ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ. ત્યાં પો.ઈન્સ. હકુમતસિંહ જાડેજાને પત્ર પાઠવી પોલીસ બંદોબસ્તની વાતચીતમાં જાથાની સાથે પો.સબ.ઈન્સ. પી. કે. શામળા, એ.એસ.આઈ. રમેશભાઈ બોદર, હેડ કોન્સ્ટે. રમણીકભાઈ મણવર, ઈશિત અરવિંદભાઈ, પો.કોન્સ્ટે. એકતાબેન વાઘેલા, પો.કોન્સ્ટે. કૃષ્ણસિંહ ઝાલા ફાળવતા પોલીસ વાનમાં હમીદા તાંત્રિકને ઘરે પહોંચી ગયા. જાથાની ખબર પડતા ટોળેટોળા બનાવ સ્થળે આવવા લાગ્યા. પોલીસે સુંદર કામગીરી કરી લોકોને વિખેરી નાખ્યા.
મહિલા તાંત્રિક હમીદાને જાથાની કાર્યવાહીની ખબર પડતા ફરાર થઈ ગઈ. આડોશી–પાડોશીઓ કંઈપણ જાણતા નથી તેવો નનૈયો ભણ્યો. હમીદા વિશે કોઈપણ બોલવા તૈયાર ન હતું. ધોરાજીના જાગૃત મુસ્લિમ આગેવાનો, કાર્યકરો આવી ગયા. જાથાના પંડયાએ સ્પષ્ટતા કરી હમીદા રૂબરૂ આવી જાય તેના હિતમાં છે. અમો ઓડિયોમાં વાયરલ હકિકત, કાળા જાદુ, દહેશત, ભય, ભ્રમણા ફેલાવા સંબંધી ગુન્હો દાખલ કરીશું. જાથા વર્ષોથી એકવાર સુધરવાની તક આપે છે. કાયમી ધતિંગલીલા બંધ કરશે તો કાનુની કાર્યવાહી કરીશું નહિં તેવી ખાત્રી આપી હતી. જામનગર દિશામાં કૌટુંબિક ભાઈને ત્યાં ભાગીને સંતાયાની ખબર પડી ગઈ. પોતાની મુશ્કેલીમાં હમીદાને સીફલી કામ આવી નહિ. ત્રણ સારા મુસ્લિમ આગેવાનોએ હમીદાબેનને હાજર કરીશું. બે–ત્રણ કલાકનો સમય આપવા વાતચીત કરી. પોલીસ તથા જાથા સંમત થયું. મુસ્લિમ આગેવાનોએ ખૂબ જ જાથાને મદદ કરી. બે કલાક પછી પોલીસ સ્ટેશનમાં તાંત્રિક હમીદા હાજર થયા.
જાથાના જયંત પંડયાએ તાંત્રિક હમીદાબેન સાચી માહિતીની અપેક્ષા રાખતા તેમણે ઓડિયોમાં શબ્દો પોતાના અને અમદાવાદ મહિલા કોર્પોરેટરની વાતચીત છે તેવી કબુલાત આપી દીધી. કાળા જાદુ, કાયદા વિરૂદ્ધનું બોલો છો. સીફલીથી નુકશાન થઈ શકે, ઈરાકના શરીફની માળા કરવામાં ફાયદા–ગેરફાયદા, નુકશાન પહોંચાડી શકાય વિગેરે હકિકત મુકવામાં આવી. તાંત્રિક હમીદાના ગાત્રો, શરીર કામ કરતું ન હતું. વારંવાર હિંમત આપવી પડતી હતી, જીભ થોથરાતી હતી. શું બોલે છે તે પણ ખબર ન હતી. જાથાએ વિવેકથી કામ લીધું. ઓડિયોની તમામ કબુલાત આપી દીધી. ભૂલ થઈ છે માફી માંગુ છું. બોલાય ગયું છે. મુશ્કેલીના સમયમાં હમીદાને માળા કામ આવી ન હતી. સીફલી–બિફલી હવામાં ઓગળી ગઈ હતી. નિ:સહાય અવસ્થામાં આવી ગઈ હતી. હમીદાને રડતા આંસુ કોઈ રોકી શકયા ન હતા. અમદાવાદના પ્નકરણના કારણે ભાંડાફોડ થયો હતો. જાથાએ અગાઉની હકિકતથી વાકેફ કર્યા હતા. મુસ્લિમ આગેવાનો, સમાજ સુધારકોની હાજરીમાં હમીદાબેને ભુલ કબુલી લેતા, માફી માંગી લેતા મામલો થાળે પડયો હતો.
કબુલાતનામામાં હું હમીદાબેન તાહેરમીયા સૈયદ, ઉ.વ. પપ, ઘરમાં શરીફના નામે દુ:ખ–દર્દ, જોવાનું કામ કરૂં છું. કાળા જાદુ–સીફલીનો ઉપયોગ કરું છું. લાભ–નુકશાન થાય છે તે ખબર નથી. અમદાવાદ મહાનગરપાલિકા વિપક્ષ પદ દાવેદારોમાં મહિલા કોર્પોરેટર સાથેની વાતચીત મારી છે. ખતમ, સોપારી જેવા શબ્દપ્નયોગની માફી માંગુ છું. આજથી જોવાનું કામ, કાળા જાદુ, ઈલમ બંધની જાહેરાત કરી માફી માંગુ છું. ધોરાજીમાં આખા ગામમાં હમીદાબેનની ચર્ચા થતી હતી. જાથાના કારણે વારંવાર લોકો જોવા પોલીસ સ્ટેશને આવતા હતા. હમીદાબેન ભેખડે ભરાય ગયાની વાતે જોર પકડયું હતું. ધોરાજી મુસ્લિમ સમાજે પણ જાથાને મદદ કરી હતી. હમીદાબેનને ઘરે જવા દીધા હતા.
જાથાના પંડયાએ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, આઈ.જી.પી. સંદિપસિંહનો આભાર માની, ધોરાજીના તમામ પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
વિજ્ઞાન જાથાએ પોલીસની મદદથી ૧ર૦૦ મો પર્દાફાશ કર્યો હતો. પર્દાફાશની કામગીરીમાં ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, અરવિંદ કાપડી એડવોકેટ, ભાર્ગવ પંડયા, રમેશ પરમાર, સ્થાનિક કાર્યકરો રોકાયા હતા. ધોરાજી પો.ઈન્સ. એચ. એ. જાડેજા, પો.સબ.ઈન્સ. પી. કે. શામળા, એ.એસ.આઈ. રમેશભાઈ બોદર, હેડ કોન્સ્ટે. રમણીકભાઈ મણવર, ઈશીત માણાવદરીયા, પો. કોન્સ્ટે. એકતાબેન વાઘેલા, કૃષ્ણસિંહ ઝાલા, પોલીસ સ્ટાફે શ્રેષ્ઠ કામગીરી કરી હતી.
રાજયમાં મંત્ર, તંત્ર, ઈલમ કે ચમત્કારના નામે છેતરપિંડીની માહિતી મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર કરવા યાદીમાં જણાવાયું છે.

