સેવાની ગુણવત્તા બાબતે દિલ્હીની ટીમ દ્વારા ત્રણ દિવસ તપાસ કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ટનું પ્રમાણપત્ર એનાયત
વિરમગામ અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલીયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના કણભા, ઝોલાપુર, ગોરૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ગુણવત્તાની દ્રષ્ટ્રીએ રાષ્ટ્રીયકક્ષાનું એન.ક્યુ.એ.એસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ. રાષ્ટ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ આપવામાં આવ્યું છે. સેવાની ગુણવત્તા બાબતે દિલ્હીની ટીમ દ્વારા ત્રણ દિવસ તપાસ કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય વિભાગ ધ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ટ નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ છે. અમદાવાદ જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડીકલ ઓફિસર ડો.સ્વામી કાપડીયાએ જણાવ્યુ કે આરોગ્ય સેવાને લગતી રાષ્ટ્રીયકક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે અગાઉ જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ અરજી કરવામાં આવી હતી. તે પહેલ વિવિધ પેરામિટર્સ પ્રમાણે ઇન્ટરનલ અને પીયર એસએસમેન્ટ પણ ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ દિલ્હી ની આરોગ્ય સંસ્થા તરફથી બે દિવસનું ચેકીંગ કરવામાં આવ્યું હતુ. જેમાં ઓપીડી, ઇનડૉર વિભાગ, લેબરરૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ મિશન ના વિવિધ પ્રોગ્રામ તથા જનરલ એડમીનીસ્ટ્રેશન તથા ફાઇનાન્સને લગતી વિવિધ બાબતોનું ચેકીંગ રાષ્ટ્રીય કક્ષાના ૬ નિષ્ણાંત તબીબો ધ્વારા કરવામાં આવ્યુ હતું. આરોગ્યની સેવાઓ તથા સુવિધા બાબતે દર્દીઓના અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા. વિવિધ ચેકલીસ્ટ પ્રમાણે ચેકીંગ તથા પુછપરછ કર્યા બાદ આ ટીમ દ્વારા પોતાનો રીપોર્ટ રાષ્ટ્રીય એજન્સી એન.એચ.એસ.આર.સી ને કરવામાં આવ્યો હતો. જેમના અહેવાલ પ્રમાણે તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગ ધ્વારા ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને સેવા –સુવિધાની ગુણવતા સંબંધિત માર્કસ આપવાની સાથે પ્રા.આ.કેન્દ્રો કણભા, ગોરૈયા, ઝોલાપુર ને એનક્યુએસ એટલે કે નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ટ નું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવેલ છે. જેથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવા વધુ સારી રીતે મળશે.

