
બનાસકાંઠાની ધન્યધરા પર આવેલ થરા ગામના પ્રાંગણ શ્રી શાંતિનાથ પરમાત્મા ની છત્રછાયામાં પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી કલ્પેન્દ્રસૂરીશ્વરજી મ.સા,પૂજય મુનિ કલ્પબોધી વિ. મ.સા, પૂજય મુનિ નયશેખર વિ.મ.સા,પૂજય મુનિ શૌર્યશેખર વિ.મ.સા આદિ ઠાણા-4 તથા પ્રવર્તીની પૂ.સા શ્રી તત્વપ્રજ્ઞા શ્રીજી મ.સા આદિ 25 થી અધિક સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રામાં મુમુક્ષુ દિવ્યાબેન ની પરમ પાવન પ્રવજય પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવનો યોજયો.જેમાં પ્રથમ દિવસે સવારે 7:00 પૂજ્ય ગુરુ ભગવંતોનું ભવ્યાતિભવ્ય સામૈયું યોજાયું. 10.કલાકે સંયમવેશના કેશરીયા છાબ,બપોરે-12.39 કલાકે મહાપ્રભાવિક શ્રી સિદ્ધચક્ર મહાપૂજન યોજાયેલ.જેમાં વિધિવિધાન શ્રી પ્રવીણભાઇ શાહ એ કરાવેલ.સાંજે 6.00 કલાકે વાંદોલી,રાત્રે-9.00 કલાકે દીક્ષાર્થીનો સત્કાર સમારંભ, બીજા દિવસે સવારે-9:00 દીક્ષાર્થીનો વર્ષીદાનનો વરઘોડો,બપોરે-2.00 કલાકે મામેરું,સાંજે-4.00 કલાકે મુમુક્ષુનું અંતિમવાયણું,રાત્રે-8.00 કલાકે દિવ્ય શંખનાદ પંથે પ્રયાણની યશોગાથા,ત્રીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં મુમુક્ષુ દિવ્યાબેનની દીક્ષા વિધિ જેમાં મુમુક્ષુ દિવ્યામાંથી સાઘ્વીજી શ્રી દેવાંગદર્શના શ્રીજી મ.સા બન્યા.બપોરે-2.00 કલાકે શ્રી પંચ કલ્યાણક પૂજા યોજાઈ.આ પ્રસંગે આ ત્રિદિવસીય મહોત્સવ દરમ્યાન દરરોજ પરમાત્માની ભવ્ય આંગી,અનુકંપાદાન, જીવદયા,સાધર્મિક ભક્તિ વગેરે કરવામાં આવેલ.આ પ્રસંગે મુંબઇ,અમદાવાદ,સુરત,વિગેરેથી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલ.
