



નાશિક ગોદાવરી નદીના પવિત્ર જળ કાવડમાં ભરી શિવભક્તોયની નીકળેલી પદયાત્રાનું રસ્તાજમાં ઠેર-ઠેર સ્વાગત
આછવણીના સુપ્રસિદ્ધ પ્રગટ પ્રગટેશ્વર ધામમાં દર વર્ષે મહાશિવરાત્રીનો મહોત્સનવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ મહોત્સ વ ઉજવણીની તડામાર તૈયારીના ભાગરૂપે તા.૨૧મી ફેબ્રુઆરીએ ધર્માચાર્ય પરભુદાદા તથા રમાબાના સાનિધ્યામાં નાસિક પંચવટી રામકુંડ ખાતેથી પ્રગટેશ્વર ધામ સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઈ પરમારની આગેવાની હેઠળ પવિત્ર ગોદાવરી નદીના જળની યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યોચ હતો. નાશિક ગોદાવરી નદીના પવિત્ર જળ કાવડમાં ભરી શિવભક્તોઆની શિસ્તતબધ્ધપ રીતે ચાલી રહેલી પદયાત્રાનું રસ્તા માં ભાવિક ભક્તોેએ ઠેર-ઠેર સ્વાલગત કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યાવ હતા.
પદયાત્રાના પ્રારંભ અવસરે ગુજરાત શિવ પરિવારની ૧૧ બહેનો દ્વારા નાસિક ખાતે મા ગોદાવરીની પૂજા કરવામાં આવી હતી. ત્યાભરબાદ ભગવાન શિવજીનો અભિષેક અભિષેક કરી પૂ. રમાબા દ્વારા દરેક કાવડયાત્રીઓ તથા ડીંડીયાત્રામાં સામેલ સૌ ભક્તોાને કુમકુમ તિલક કરી ત્યાંથથી પદયાત્રાને પ્રસ્થાેન કરાવ્યું હતું. ત્યારબાદ શિવભક્તોયએ કપાલેશ્વર મહાદેવનાં દર્શન કર્યા હતા અને ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબોને રથમાં બેસાડી શોભાયાત્રા દ્વારા પદયાત્રીઓ અને શિવભક્તોંએ મશરૂમ સાંઇબાબાના મંદિરે દર્શન કર્યા હતા. ત્યાનરબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટય ગજાનંદસ્વાોમી આશ્રમના વેણુભારતી મહારાજ, પૂ.પરભુદાદા, રમાબા, નાસિકના પૂર્વ ધારાસભ્યભ બાલસાહેબ, તુષારકાકા, ભાસ્કીર શિંદે, કિશન સિંહ, દેશમુખકાકા દ્વારા કરવામાં આવ્યું હતુ. ત્યા,રબાદ એક કુંડી લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યોમ હતો.
આ પ્રસંગે ગજાનંદસ્વાભમી આશ્રમના વેણુભારતી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, આ કાવડ યાત્રા છેલ્લા ૨૬ વર્ષથી ચાલી રહી છે અને તેમાંથી છેલ્લા ૧૬ વર્ષથી અમને એ જાણીને ખૂબ જ આનંદ થાય છે કે નાસિક પંચવટી રામકુંડ ખાતેથી ગુજરાતના આછવણી પ્રગટેશ્વર મહાદેવ પવિત્ર યાત્રાધામ ખાતે મહાભિષેક માટે અહીં લઈ જવામાં આવે છે. પ્રગટેશ્વર મહાદેવની મહાશિવરાત્રી. તેમણે વધુમાં જણાવ્યુંઆ હતું કે, આ જળને જો ભક્તિધ, પ્રેમ અને શ્રદ્ધાથી લેવામાં આવે તો પવિત્ર યાત્રા થાય છે, નહીં તો ખાલી પાણી જ રહે છે. લોકો નદીમાં સ્ના ન કરીને પાપ છોડી દે છે. નદી એ પાપને પોતાની પાસે રાખતી નથી, તે પાપને સમુદ્રમાં છોડી દે છે. સમુદ્ર પણ તે પાપને આકાશમાં વરાળના રૂપમાં છોડી દે છે. આકાશમાં પાપને કારણે વાદળો કાળા થઈ જાય છે, તે પણ પાપ વરસાદના રૂપમાં ધરતીમાંથી નીકળી જાય છે. અથવા કોઈ પાપ સ્વીપકારતું નથી. માત્ર એક સદગુરુ જ પાપને દૂર કરી શકે છે, તેથી, તેમના શિવ પરિવારના સદગુરુ, ધર્માચાર્ય પરભુદાદા, તે છે જે સત્કછર્મ કરીને પાપને રોકે છે. પૂજ્ય દાદા અનેક યજ્ઞો કરી ધર્મનું કામ કરી રહયા છે, જેથી તેમને ધર્માચાર્યનું બિરુદ આપવામાં આવ્યુંર છે. તેમને ધર્માચાર્યનું બિરુદ આપતી વેળાએ યોજાયેલા કાર્યક્રમમાં મને ઉપસ્થિકત રહેવાનું સૌભાગ્યજ પ્રાપ્તથયું હતું. પરભુદાદા સામાન્યછ માનવીના રૂપમાં સંત પુરુષ જેવું કાર્ય કરી રહયા છે. ભગવાનની પ્રેરણા હોય તો જ આવાં સત્કતર્મ થાય છે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવી શિવભક્તોથને મહાશિવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યુંમ હતું કે, નાશીકની ધરતી ખૂબ જ પવિત્ર છે, અહીં સ્વશયં રામચંદ્ર ભગવાન, સીતામાતા અને લક્ષમણ આવ્યા હતા અને ત્ર્યંબકેશ્વર ખાતે ભગવાન ભોળાનાથ સ્વીયં જ્યોવતિર્લિંગ સ્વીરૂપે બિરાજમાન છે. પરશુરામ પણ આ ધરતી ઉપર આવ્યાવ હતા. અહીં આવી તેમના નામ લઈએ તો પણ પુણ્ય નું ભાથું આપણને અવશ્યી મળે છે.
કશ્યપભાઇ મહારાજ અને અજયભાઇ મહારાજે મહાશિવરાત્રીને અનુરૂપ વક્તમવ્યોા રજુ કર્યાં હતાં. મહારાષ્ટ્રવ પ્રમુખ આર.કે.ખાંદવેએ દીંડીયાત્રાના પ્રસ્થાવનથી લઇ પ્રગટેશ્વર ધામ સુધીના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ગુજરાત પ્રમુખ બીપીનભાઇ પરમારે પદયાત્રીઓને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

ગોદાવરી નદીના જળ સાથેની આ દીન્ડી યાત્રા (પદયાત્રા) નાસિકથી આછવણી પ્રગટેશ્વર ધામ સુધી આવતા સુધીમાં જે સ્થપળે રોકાણ કરશે, ત્યાં આ યાત્રાનું સ્વાડગત કરાશે. આ પદયાત્રા તા.૨૭ ફેબ્રુઆરીએ આછવણીના પ્રગટેશ્વરધામ ખાતે આવી પહોંચશે. આ પદયાત્રાનું અહીં ભવ્યડ સ્વાવગત કરવાની સાથે પદયાત્રીઓનું સન્માાન કરવામાં આવશે. તા.૨૮ ફેબ્રુઆરીએ બપોરે એક વાગે પૂજ્યગ ધર્માચાર્ય પરભુભદાદા તથા રમાબાની નિશ્રામાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે, આ યજ્ઞ બીજા દિવસે તા.૧લી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના દિવસે બપોરે બે વાગે પૂર્ણ થશે. આ યજ્ઞ બાદ સાંજે ચાર વાગે પૂજ્યઆ ધર્માચાર્ય પરભુદાદા સાથે ભગવાન શિવની શોભાયાત્રાનો પ્રારંભ થશે. ત્યાેરબાદ રાત્રે પ્રગટેશ્વર દાદાની મહાઆરતી, રાજોપચાર અભિષેક કરી રામેશ્વર અને વિવિધ પવિત્ર સ્થાળના જળથી અભિષેક કરાશે. આ કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી મહોત્સોવની ઉજવણીમાં સૌ શિવભક્તોધને સહભાગી થવા પ્રગટેશ્વર ધામ સેવા સમિતિ પ્રમુખ બિપિનભાઈ પરમાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુંશ છે.
ડીંડી યાત્રાના પ્રસ્થાબન વેળાએ અમિતભાઇ, અપ્પુણભાઇ, કૃપાશંકરભાઇ, અશોકભાઇ, પ્રવીણભાઇ, અજયભાઇ, વિપુલભાઇ, જયેશભાઇ, ઇલાબેન, પ્રકૃતિબેન, સીતાબેન, હિરલબેન, અંજુબેન, મંજુબેન, દક્ષાબેન, શોભનાબેન, કેતનાબેન, સહિત અનેક મહારાષ્ટ્ર શિવપરિવાર અને ગુજરાત શિવપરિવારના શિવભક્તોપ ઉપસ્થિ ત રહયા હતા.
