








મહેશ્વરી સમાજનાં પરમ ઈષ્ટદેવશ્રી ધણીમાતંગ દેવની ૧૨૬૯ મી જન્મજયંતી ની ખુબજ હર્ષઉલ્લાસ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીધામ વિસ્તારમાં જ્યાં મહેશ્વરી સમાજ વિવિધ વિસ્તારોમાં વસવાટ કરે છે ત્યાં શોભાયાત્રા સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શ્રી ધણીમાતંગ જયંતિ ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે ગાંધીધામનાં લોકલાડીલા અને ધર્મપ્રેમી ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ નગરપાલિકાનાં ચૂંટાયેલા પદાધિકારીઓ તથા સામાજીક અગ્રણીઓ સાથે શહેરનાં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ ગણેશનગર સમાજનાં કાર્યક્રમની મુલાકાત લીધી હતી, ત્યારબાદ, રોટરી ક્લબ- સતર હજાર વિસ્તાર, સેક્ટર -૭, સપનાનગર, ભારતનગર, લુણંગનગર વગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી. ભારતનગર સાર્વજનિક સ્નાનઘાટનું લોકાર્પણ પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ ઈશિતાબેન ટીલવાણી, પૂર્વ પ્રમુખશ્રી કાનજીભાઇ ભર્યા, દંડકશ્રી પ્રવીણભાઈ ધેડા, નગરસેવકશ્રી રામભાઈ માતંગ, શ્રી સુરેશભાઈ ગરવા, શ્રી ગોવિંદ નિંજાર, નગરસેવિકાઓ શ્રી ચંદ્રિકાબેન દાફડા, શ્રી મનીષાબેન ધુવા, શ્રી પૂર્વીબેન મેઘાણી, શ્રી સરીતાબેન ભઠર તથા સામાજીક અગ્રણીઓ શ્રી ધર્મેન્દ્ર મેઘાણી, શ્રી રમેશ ધુવા, શ્રી દેવજીભાઈ, શ્રી સુશિલાબેન, શ્રી ક્રિષ્ના રાવ, શ્રી હિરજીભાઈ મહેશ્વરી વિગેરે સાથે રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી તથા પૂર્વ પ્રમુખશ્રીએ પ્રસંગને ઉચિત ઉદબોધન કર્યું હતું. સર્વે મહેમાનો નું શાલ ફૂલહારથી આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ તેના જવાબમાં ધારાસભ્યશ્રી એ દરેક વિસ્તારની સમાજોને પોતે સહકાર આપશે એવી ખાત્રી આપી હતી. સોમવારે આદીપુર તોલાણી કોલેજ ખાતે પણ ધણીમાતંગ જન્મજયંતીની ઉજવણી કોલેજના વિધ્યાર્થી-વિધ્યાર્થિનીઓદ્વારા કરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ વિસ્તારોમાં ધારાસભ્ય સરી સાથે જોડાએલ સર્વે મહેમાનો એ ધણીમાતંગ ની છબીને ફૂલહાર કરી અને માતંગ ધર્મગુરુઓને પ્રણામ સાથે આશીર્વાદ લીધા હતા. આદિપુરના કાર્યક્રમમાં કોલેજમાં ભણતા વિધ્યાર્થી-વિધ્યાર્થીનીઑ એ ધાર્મિક ઉત્સવની ઉજવણીમાં હર્ષોદલાસ થી ભાગ લેતા ધારાસભ્યસરી માલતીબેન મહેશ્વરીએ આનંદ પ્રગટ કરીને અભિનંદન પાઠવ્યા હતા
.
