રાજકોટ જીવનનગરમાં મહાશિવરાત્રી નિમિત્તે રામેશ્વર મહાદેવ મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

- – મંદિર રોશનીથી શણગારવામાં આવશે. આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
- – ત્રણ પ્નહરમાં મહાઆરતી, પૂજન, અર્ચન, રૂદ્રાભિષેક, ધૂન, સત્સંગનું આયોજન.
- – મહાનગરપાલિકાના મેયર સહિત કોર્પોરેટરો હાજરી આપશે.
- – શ્રદ્ધાળુઓ માટે બપોરના સામુહિક ફરાળનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ : રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે, જીવનનગર શેરી નં. ૪ માં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં મંગળવાર તા. ૧ લી માર્ચે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરમાં આખો દિવસ ધાર્મિક કાર્યક્રમમાં પૂજન, અર્ચન, રૂદ્રાભિષેક, દીપમાલા, મહાઆરતી, સત્સંગ, ભજન–ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના સહ વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું કે રૈયા રોડ ઉપર આ મંદિરે શ્રદ્ધાળુઓમાં લોકચાહના મેળવી છે. મંદિરના તમામ કાર્યો માનવકલ્યાણકારી માનવતાવાદી હોય છે. અભિષેક દૂધનો સદ્દઉપયોગ કરવામાં આવે છે. મંદિરને શણગારી – રોશની કરી આખો દિવસ ધર્મમય વાતાવરણ ઉભું થાય છે. લોકો સ્વયંભુ આ મંદિરે આવી ધાર્મિક કાર્યો કરે છે. કોઈપણ શ્રદ્ધાળુ જાતે જ પૂજન–અર્ચન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ શ્રદ્ધાળુઓ માટે બપોરે ૧ર કલાકથી બે કલાક સુધી સામુહિક ફરાળનું આયોજન પણ કરવામાં આવેલ છે.

સવારે ૬ કલાકે મહાઆરતી, રૂદ્રાભિષેક, જલાધાર, સામુહિક અભિષેક, બપોરે ૧ર કલાકે મહાઆરતી, બાદ ભાંગની પ્નસાદ વિતરણ, રાત્રિના ૧ર કલાકે દિપમાલા બાદ મહાઆરતી, સાંજે મહિલા સત્સંગ મંડળ ભજન–ધૂન સાથે અભિષેક કરશે. પ્નભાતફેરીનું આયોજન થયું છે. શ્રદ્ધાળુઓને સમજાવી દૂધનો અભિષેક પ્નતિક રૂપે બચેલું દૂધ ગરીબોને આપવા સંબંધી વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગરપાલિકાના મેયર ડૉ. પ્નદીપ વડ, ડે. મેયર દર્શિતાબેન શાહ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, અશ્વિનભાઈ ભોરણીયા અને વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્વરીબેન ડોડીયા, નિરૂભા વાઘેલા અને ચેતનભાઈ સુરેજા હાજરી આપશે.
મહાશિવરાત્રિ પર્વની તૈયારી ડૉ. તેજસ ચોકસી, મુકેશભાઈ પોપટ, વિજયભાઈ જોબનપુત્રા, ગોવિંદભાઈ ગોહેલ, પાર્થ ગોહેલ, નવીનભાઈ પુરોહિત, વિનુભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ મહેતા, પંકજભાઈ ખખ્ખર, નયનેશ ભટ્ટ, એલ. ડી. દવે, પૂજારી પ્નવિણભાઈ જોશી તથા મહિલા સત્સંગ મંડળના યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા એડવોકેટ, જયોતિબેન પુજારા, શોભનાબેન ભાણવડિયા, વાસંતીબેન ત્રિવેદી, હંસાબેન ચુડાસમા, જયાબેન શાપરીયા, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, ગુણીબેન જાની, ગીતાબેન મકવાણા, ભદ્રાબેન ગોહેલ, કુસુમબેન ચૌહાણ, પ્નફુલ્લાબેન બોરીચા, હર્ષદિાબેન શુકલ, ભારતીબેન ગંગદેવ, સુનિતાબેન વ્યાસ, મનિષાબેન ગોસ્વામી, ભકિતબેન, આશાબેન, જયશ્રીબેન મોડેસરા, રીટાબેન દવે, રશ્મિબેન, કિર્તીબેન, પૂનમબેન, કવિતાબેન, નેહાબેન, માલતીબેન, દિનાબેન, દિવ્યાબેન, સોનલબેન, નિશાબેન, લીલાબેન, મીરાબેન, ચંદ્રીકાબેન, શિતલબેન, અંજુબેન, રક્ષાબેન, દક્ષાબેન, સરોજબેન, કાજલબેન, મીનાબેન, ભારતીબેન, જલ્પાબેન, હિરાબેન, જાગૃતિબેન, પ્નભાબેન, મુકતાબેન, સગુણાબેન, રૂપલબેન, લતાબેન, વિજયાબેન તથા જ્ઞાનજીવન, જીવનનગર, અમી પાર્ક, દેશળદેવ પરાના રહીશો કરી રહ્યા છે. સંચાલન સુનિતાબેન વ્યાસ સંભાળશેઈ
