આણંદ ખાતે કમલમ દૈનિક બ્યુરો ઓફિસનું શુભારંભ કરાયું

લોક ચાહના સર કરતા કમલમ દૈનિક ની જન જન સુધી પહોંચવા વધુ એક પહેલને આણંદ સાંસદ શ્રી મિતેષ પટેલે આવકારી

ગતિશીલ ગુજરાતની વિકાસ ગાથા રજુ કરતા અને ગાંધીનગરથી પ્રકાશિત થતા કમલમ દૈનિક ની બ્યુરો ઓફિસ નું આણંદ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ ના વરદ હસ્તે શુભ આરંભ કરાયો. જન જન સુધી સરકાર શ્રી ની યોજનાઓથી લોકો ને અવગત કરાવાનું ભગીરથ કાર્ય આ અખબાર કરી રહ્યું છે. કમલમ પરિવાર સાથે ચીફ એડિટર શ્રી મહેશભાઈ એન પટેલ ને સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી કમલમ આણંદ બ્યુરો ચીફ બીના પટેલ એ કમલમ દૈનિક અખબાર થી સહુ ને વાકેફ કર્યા હતા પધારેલા તમામ મહેમાનો અને મહાનુભાવોને બીના પટેલ પરિવારે આવકાર્યા હતા. ચિરાગ પાંડેય ,ધવલ ઉપાધ્યાય વગેરેએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.તેમજ વિહાંગી જોષી ,આનંદ પટેલ,ધર્મેન્દ્ર પરમાર તથા વિજેન્દ્ર રાવ વગેરે પધારેલ મહેમાનોએ બીના પટેલ ને શુભેચ્છા પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *