ભારતીય જનતા પાર્ટીનાં ૪ રમાં સ્થાપના દિવસની કચ્છ જિલ્લા ભાજપ ધ્વારા ઉજવણી

રિપોર્ટ -અજય ખત્રી -કચ્છ

ભારતીય જનતા પાર્ટીનો ૪૨ મો સ્થાપના દિવસ કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ધ્વારા ઉજવવામાં આવ્યો હતો જેમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઇ પટેલ , પ્રદેશ ઉપાધ્યક્ષ અને કચ્છ પ્રભારી શ્રી મહેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા . ભારતીય જનતા પાર્ટીના ૪૨ મા સ્થાપના દિવસની ઉજવણી ભુજ મધ્યે કચ્છ ભાજપ ધ્વારા કરવામાં આવેલ હતી જેમાં કાર્યક્રમની શરૂઆતમાં જીલ્લાના મધ્યસ્થ કાર્યાલય પાસે આવેલ પંડિત દિનદયાલજી , ડો.શ્યામાપ્રસાદ મુખરજી તથા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રધ્ધેય અટલબિહારી વાજપેયીજીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવેલ ત્યારબાદ કાર્યાલય મધ્યે ભાજપનો ધ્વજ ફરકાવવામાં આવેલ હતો . આ અવસરે વોર્ડનં .૩ , બુથ નં .૧૩૧ મધ્યે કાર્યકરોનાં ઘરે જિલ્લા ભાજપ અધ્યક્ષા કેશુભાઇ પટેલ , જિલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં ભાજપનાં ધ્વજ લગાડવામાં આવેલ હતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડાજી તથા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું સ્થાપના દિવસ નિમિતે પક્ષનાં કાર્યકરોને કરવામાં આવેલ ઉદબોધન સૌ કાર્યકરો સાથે મળીને નિહાળ્યું હતું . આ અવસરે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલે ઉપસ્થિત સૌ પદાધિકારીઓ તથા કાર્યકરોને ભાજપના સ્થાપના દિવસની શુભકામના પાઠવેલ હતી અને જણાવ્યું હતું કે ભાજપનાં સ્થાપના દિવસે આપણે સૌએ પક્ષના પાયાના કાર્યકરો તરફ આભાર પ્રગટ કરવો જોઇએ . ભાજપની શરૂઆતથી લઇને , આજે વિશ્વની સૌથી મોટા રાજકીય પક્ષ બનાવવામાં જે પણ નામી – અનામી કાર્યકરો અને સંગઠનના પદાધિકારીઓનો ફાળો છે તે સૌ અભિનંદનને પાત્ર છે . પક્ષને આ લેવલે પહોંચાડવા માટે ડો.શ્યામા પ્રસાદ મુખરજી , પંડિત દિનદયાળજી , અટલ બિહારી વાજપેયીથી લઇને ભારતનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી , રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડા સહિતનાં લોકોને યાદ કર્યા હતા . પ્રદેશ ઉપાધ્યક્ષ અને જીલ્લા પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલે પણ ભાજપના સ્થાપના દિવસની શુભકામના પાઠવીને કચ્છ ભાજપનાં સંગઠનની કામગીરીને બીરદાવી હતી અને જણાવ્યું હતું કે કચ્છ હમેશાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહયો છે અને કચ્છની પ્રજાએ પણ ભાજપનાં વિકાસલક્ષી રાજકારણને આવકાર્યુ છે તે માટે કચ્છની પ્રજા તરફ આભારની લાગણી પ્રગટ કરેલ હતી . પક્ષાના સ્થાપના દિવસ પ્રસંગે ભુજ શહેર ભાજપ હોદેદારો ધ્વારા જિલ્લાના વિવિધ હોદેદારોના ઘરે જઇ પક્ષના ધ્વજ લહેરાવ્યા હતા . આ કાર્યક્રમમાં જીલ્લા મહામંત્રી શીતલભાઇ શાહ , મંત્રી પ્રફુલસિંહ જાડેજા , પૂર્વ ધારાસભ્ય અને ભુજ શહેર સંગઠન પ્રભારી રમેશભાઈ મહેશ્વરી , ભુજ શહેર પ્રમુખ બાલકૃષ્ણ મોતા , ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠકકર , શહેર મહામંત્રી જયદિપસિંહ , ભૌમિકભાઇ વચ્છરાજાની , શહેર સંગઠનના હોદેદારો , સેલ / મોરચાના હોદેદારો , નગરપાલિકાના કાઉન્સીલરશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત હોવાનું ભુજ શહેર ભાજપ મીડીયા ઇન્ચાર્જ સંજય ઠકકરની યાદીમાં જણાવાયું હતું .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM