મોરબીમાં રૂા.૧૯.૨૮ કરોડનાં ખર્ચે મચ્છુ-૨ ડેમ પર ૫ વર્ષ મરામત-નિભાવણી સહિતના કામ મંજુર

રીપોર્ટ મહેશ ડી સિંધવ

મોરબીમાં રૂા.૧૯.૨૮ કરોડનાં ખર્ચે મચ્છુ-૨ ડેમ પર ૫ વર્ષ મરામત-નિભાવણી સહિતના કામ મંજુર મોરબીમાં રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ પ્રજાજનોની પાયાની જરૂરીયાતને લક્ષમાં લઇ, સરકારશ્રીનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કરવામાં આવેલ રજૂઆત અને સતત ફોલોઅપથી મોરબી જિલ્લાના મોરબી-માળીયા-જોડીયા જુથ સુધારણા યોજના હેઠળ પર(બાવન) ગામો તથા પરા વિસ્તારમાં જુદી જુદી ક્ષમતાના વિલેજ લેવલ સમ્પ, કનેક્ટીંગ પાઇપલાઇન તથા પમ્પહાઉસ-મશીનરીનાં કામો માટેના રૂ ૧૯,૨૮,૫૪,૧૮૬ ના ડી ટી પી કામોને મંજુરી આપવામાં આવી છે આ જૂથ સુધારણા યોજના અંતર્ગત મોરબીના 33 અને માળીયાનાં ૨૭ ગામોએ ૫૦ હજારથી ૪ લાખથી વધુની ક્ષમતાના પાણીનાં વધારાના સ્ટોરેજ ઉપરાંત ગ્રેવીટી તથા રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, ૨ એમએલડી ક્ષમતાનો ક્લીયર વોટર ભૂગર્ભ સંપ, પમ્પહાઉસ, કમ્પાઉન્ડ વોલ, સ્ટાફ ક્વાર્ટર, ઇન્ટર્નલ રોડ, રીપ્લેસીંગ એરવાલ્વ/રાઇઝર, લાઇટ એરેન્જમેન્ટ, ફ્લોમીટર, પમ્પીગ મશીનરી વિગેરે કામગીરીનાં સમાવેશ થકી પ્રજાજનોની મુખ્યત્વે જરૂરીયાત પાણીના સ્ત્રોતની સંગ્રહશક્તિના વધારાની સુવિધા ઉપલબ્ધ થશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *