મોરબીના ખોખરા હનુમાન મંદિર શ્રીરામ કથાના પ્રારંભે હાથી, ઘોડા અને બગી સાથે પોથીયાત્રા યોજાઈ

રીપોર્ટ મહેશ ડી સિંધવ

ગુજરાતની સૌથી ઉંચી હનુમાનજી મહારાજની ૧૦૮ ફૂટ ઉંચાઈ ધરાવતી પ્રતિમા ખોખરા હનુમાન હરિહરધામ બેલા ખાતે નિર્માણ પામેલ છે જે પ્રતિમાના અનાવરણ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ.પુ. માં કનકેશ્વરીદેવીજીના શ્રી મુખે તા. ૦૮ એપ્રિલથી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જે શ્રી રામકથાના પ્રારંભે આજે ભવ્ય પોથીયાત્રા યોજવામાં આવી હતી જે પોથી યાત્રામાં હાથી, ઘોડા અને બગી તેમજ ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે શોભાયાત્રામાં યજમાન અજયભાઈ લોરિયા સહદંપતી જોડાયા હતા તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ભાજપ અગ્રણી હસુભાઈ પંડ્યા તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય પોથીયાત્રા બેલા ગામથી શરુ કરીને ખોખરા હનુમાન ધામ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને માં કનકેશ્વરીદેવીજીના શ્રી મુખે શ્રી રામ કથાનો શુભારંભ કરવામાં આવ્યો છે સંતો મહંતો અને અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો પણ પોથીયાત્રામાં જોડાયા હતા હાથી, બગી અને ઘોડા સાથે તેમજ ઢોલ નગારાના તાલે યોજાયેલી ભવ્ય પોથીયાત્રામાં જોડાઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *