
રિપોર્ટ : ચિરાગ પાન્ડેય
તા.૧૭ એપ્રિલ સુધી મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલ ખાતે ૧૧મી હોકી ઈન્ડિયા સિનિયર મેન નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોકી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે સિનિયર મેન ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં વડોદરાથી ઉમંગ અરુણ શેડગે, વિવેક નામદેવ પવાર, યુવરાજ અશોકભાઈ માવલંકર, પાર્થ કિશોર સાલેકર પસંદગી પામ્યા છે. આ ઉપરાંત વલસાડથી સાહિલકુમાર ધીરૂભાઈ રાઠોડ, સંપત ગુલાબચંદ પુરબિયા, વૃષંગ વિનોદભાઈ પટેલ, અરવલ્લીથી અભિષેક અજય રાય, નવસારીથી નીલ અજય પટેલ, રાજકોટથી સોહન વાલાભાઈ શિહળીયા, દાહોદથી અનિકેત ભરતકુમાર વૈશ્ય, બનાસકાંઠાથી નિહાર રાજેશકુમાર ઠક્કર, પારસ રાજેન્દ્રભાઈ વ્યાસ, અમદાવાદથી રવિ દીપક કુમાર રાજપૂત, અજય બેચરભાઈ ઠાકોર, કુશલ બાબરમલ મેઘવાલ, શુભમ રામાવધ યાદવ, યશ ધેરમન્દ્રકુમાર ભાવસાર સામેલ છે. મહત્વનું છે કે આ ટીમ સાથે અમિત વટાવે – મેનેજર, ચિંતનકુમાર પટેલ – ફિઝિયોથેરાપિસ્ટ, ફ્રાન્સિસ પરમાર પણ કોચ તરીકે જોડાશે.
