

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય
નારી શિક્ષા અને મહિલા સશક્તિકરણ ની અલખ જગાડનાર મહાન સમાજસેવી મહાત્મા જ્યોતિબા ફૂલે જી ની જન્મજયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા આયોજિત પુષ્પાંજલિ કાર્યક્રમમાં એમની તથા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કર્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ, શહેર મહામંત્રી શ્રી સુનીલાભાઈ સોલેકી ,સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્રભાઇ પટેલ,દંડક શ્રી ચિરાગભાઈ બારોટ, SC મોરચાના પ્રમુખ શ્રી નરેશભાઈ સોલંકી, મહામંત્રી શ્રીઓ યોગેશભાઈ પરમાર,મનીષભાઈ કાપડિયા પ્રભારી શ્રી વિનોદભાઈ સોલંકી સાથે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હિતેષભાઇ પટણી અને મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.સમગ્ર કાર્યક્રમ નું આયોજન શ્રી શ્રીરંગ આયરે કોર્પોરેટરશ્રી તથા શહેર કા.સભ્ય શ્રી વિજયભાઈ જાગતાપ દ્વારા કરવામાં આવ્યું.
