હિંમતનગર સિવિલમાં એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવતા સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ

સિવિલની અધતન સેવાઓ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ

સાબરકાંઠા જિલ્લાના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન સીવિલ હોસ્પિટલ ખાતે મંગળવારના રોજ સાસંદ શ્રી દીપસિંહ રાઠોડની અધ્યક્ષતા અને હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા તથા જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સ સેવાના લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો.
આઇ.સી.યુ ઓન વ્હીલ અને એમ્બ્યુલન્સ સેવાને પ્રજાને અપર્ણ કરતા સાસંદ શ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે, જિલ્લાના ગરીબ-પિડીત દર્દીઓ જ નહિ પરંતુ નજીકના રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી આવતા ગરીબ દર્દીઓને આ સેવાનો લાભ મળતા તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, તેમણે દર્દી અને તેમના સ્વજનો સાથે સુમેળભર્યા વાતાવરણથી વાતચીત કરવા અંગે આરોગ્યકર્મીઓને ટકોર કરી હતી.
હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીમાં હચમચી ગયું હતુ ત્યારે આરોગ્યકર્મીઓ દેવદૂત બનીને સામે આવ્યા હતા, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સર્વોત્તમ સેવાઓથી ઘણા ગરીબ દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમણે સિવિલમાં ખૂટતી આરોગ્ય સેવાઓ ઝડપથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા તત્પર હોવાનું પણ જણાવ્યું હતું.
જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, જિલ્લા રોગી કલ્યાણ સમિતિ દ્વારા રૂ. ૩૭ લાખના ખર્ચે આઇ.સી.યુ ઓન વ્હીલની સેવા ઉભી કરવામાં આવી છે. જેમાં ગંભીર બિમારીઓ અને કટોકટીના સમયે ઝડપી સારવાર ઉપલબ્ધ કરવામાં સરળતા રહેશે જયારે સાસંદની ગ્રાન્ટમાંથી એમ્બયુલન્સ સેવા શરૂ થતાં ગ્રામિણ વિસ્તારના દર્દીઓને આરોગ્ય મથક સુધી લઇ જવામાં સુલભતા થશે.
લોકાપર્ણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, ડીન શ્રી ડૉ. રાજીવ દેવેશ્વરઘ મેડિકલ સુપ્રિ. ડૉ. આશિષ કટારકર, સિવિલ સર્જન શ્રી ડૉ. અજય મુલાણી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી રાજેશ પટેલ, આરએમઓ ડૉ. શાહ, ડૉ. વિપુલ જાની સહિત અન્ય આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM