
મનની શાંતિ,શરીરની સ્વસ્થતા અને આત્માની પવિત્રતાનો ત્રિકોણ એટલે આયંબીલ તપ-પૂજય શૌર્યશેખર વિજયજી
ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થેથી માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા, પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા એ શાશ્વતી ચૈત્ર માસની નવપદજીની ઓળીના પાંચમા દિવસે જણાવેલ શ્રી સાધુપદ-નવપદજી મા પાંચમું પાંચમું પદ શ્રી સાધુપદ છે. જેઓ સાંસારિક સુખની અસારતા જોઈને આત્માના શાશ્વત સુખમાં ફરવા માટે ગ્રહવાસનો ત્યાગ કરે છે.સદગુરૂ નું ભાવથી શરણ સ્વીકારી,પ્રમાદ રહિત પણે સત્યાવીસ ગુણો સહિત ઉજ્જવલ રત્નત્રયીનું પાલન કરે છે. સાધુ ભગવંતોનો મુખ્ય ગુણ સહાયતા અને વૈયાવચ્ચનો હોય છે. તપશ્ચર્યા કરવા વડે દેહને કૃશ બનાવી દે છે. પરિણામે દેહે શ્યામ બને છે સાધુનો વર્ણ કાળો છે સત્યાવીસ ગુણોથી યુક્ત હોય છે. સેવાભાવના વિકાસથી જીવનમાં એકલપેટાપણા નામનો દોષ નાશ પામે છે અને ભાવ ઐશ્વર્ય પ્રગટ થાય લાગે છે. સાધુ ભગવંતનું જીવન નિષ્યાય,હૃદય એમનું નિર્દોષ,મન એમનું નિર્મળ વચનો એમના મધુર,કાયા એમની પવિત્ર ચર્ચાઓ એમની સુંદર,પ્રવૃત્તિઓ એમની પાવન,વૃત્તિઓ એમની સરસ.શેનું આ પરિણામ ? ક્યાં પરિબળોનું આ ઇનામ ? કઈ સાવધગીરીની આ બક્ષિસ ? કઈ જાગૃતિની આ ભેટ ? ત્રણ પરિબળો ને ફાળે જાય છે આ તમામ યશ અને તેમનું પહેલું પરિબળ સદ્ નિમિત્તોનો આહાર શિષ્ટ પુરુષો જેમ પોતાના પેટમાં સાત્વિક અને પૌષ્ટિક દ્રવ્ય પધારવા દ્વારા પોતાના શરીરની તંદુરસ્તી અને અંકબંધ રાખી દે છે તેમ પ્રભુ શાસનના સંયમ જીવનને અંગીકાર કરી ચૂકેલા મુનિ સતત સદ્ નિમિત્તોનોને સેવવ્યા પાંચેય ઇન્દ્રિયો અને મનને સદ્ નિમિત્તોમાં જોડાયેલા રાખવા દ્વારા પોતાના આત્માની પવિત્રતાને અંક બંધ રાખી છે સડેલો ખોરાક શરીરને બગાડી ને જ રહે છે તો ખરાબ નિમિત્તો આત્માને પાપી બનાવીને જ રહે છે એક વાર ભૂખનું દુઃખ વેઠી લેવાય પણ પેટમાં ઝેરતો ન જ નખાય.બસ એજ રીતે એકવાર મનનો એ ખાલીયો દૂર કરવા તો પ્રયત્નશીલ ન જ બનાય તો ગલત નિમિત્તોનું રસપૂર્વક સેવન એટલે દોષોને અચૂક આમંત્રણ જિનશાસનનો રાજમાર્ગ આ જ છે કપડાંને ટીગાડવા ભીંતની જરૂર પડે,સંપત્તિને સાચવવા તિજોરી વસાવી જ પડે તો મનને પવિત્ર અને નિર્મળ રાખવા
સદ્ નિમિત્તોનોનું સેવન કરતા રહેવું પડે છે. દવાનું સેવન ચાલુ રાખવાથી મજબૂત પણ રોગો ક્રમશ કમજોર થતાં જ જાય છે સદ્ નિમિત્તોનો આહાર ચાલુ રાખવાથી પ્રબળ પણ કુસંસ્કારો તાકાતહીન બનતા જ જાય છે બીજુ પરિબળ કુસંસ્કારો નો નિહાર આપણા પર કર્મોનો ભાર એટલો નથી જેટલો કુસંસ્કારો નો છે કર્મો આપણા એટલા ખરાબ નથી જેટલા સંસ્કારો ખરાબ છે અત્યંત રસપૂર્વક પાયો કરીને આપણે અશુભ સંસ્કારો ઊભા કરીએ છીએ તેને પ્રયત્ન પૂર્વક મારી હટાવવાના છે.
