પ્રાંતિજના સદાની મુવાડી ગામે મનરેગાના શ્રમિકોને છાશ વિતરણ કરાયું

સાબરકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત વિવિધ કામો હાથ ધરાયા છે. જેમાં મનરેગા થકી રોજગારીનો નવો સ્તોત્ર ઉભો થયો છે. તેની સાથે પ્રધાન મંત્રી આવાસ યોજનાના પણ કામ ચાલી રહ્યા છે. જેમાં મનરેગા અંતર્ગત કામ કરતા શ્રામિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છાશ વિતરણની ઉમદા કામગીરી હાથ ધરાઈ છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મનરેગા અંતર્ગત વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહે પ્રાંતિજ તાલુકાના સદાની મુવાડી ગામની મુલાકાત લીધી હતી. ત્યાં સ્થળ નિરીક્ષણ દરમિયાન ઉનાળાની કાળજાળ ગરમીમાં કામ કરતા શ્રમિકોને ગરમીથી બચવા બેસવા માટે છાંયડો,પાણી અને છાશ આપવાનું સૂચન કર્યું હતું. જેને લઇ સ્થાનિકોએ વહીવટી તંત્ર દ્વારા છાશ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ છાશ વિતરણ વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કલ્પેશ પાટીદાર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મેટ, તથા ગામના આગેવાનો હજાર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *