ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ

રિપોર્ટ : બીના પટેલ

રોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે સંચારમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ તથા શ્રી મિતેષભાઇ પટેલ ( બકાભાઇ ) – સાંસદ નો સન્માન સમારંભ યોજાયો હતો . આ પ્રસંગે શ્રી દિપભાઇ પટેલ , ભૂતપૂર્વ સાંસદ , શ્રી હસમુખભાઇ પટેલ ( RSS ) , શ્રી સુનિલભાઇ મેહતા ( RSS ) , તથા હરેશભાઇ શાણી સૌ પધારી કાર્યક્રમની શોભા વધારી હતી . ચરોતર ગેસના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલે આ પધારેલ સૌ મહાનુભાવોને બુકે આપી સ્વાગત અને સન્માન કર્યુ હતું . આ પ્રસંગે મેનેજીંગ ડિરેક્ટર શ્રી હસમુખભાઇ એમ . પટેલ , જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર શ્રી જયેશભાઇ પટેલ , ડિરેકટર શ્રી વિઠ્ઠલભાઇ પટેલ , પૂર્વ ડિરેકટર શ્રી રમેશભાઇ શાહ , હાજર રહયા હતા . આ પ્રસંગે શ્રી મિતેષભાઇ ( બકાભાઇ ) પટેલે ચરોતર ગેસના હાલના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી વહેલી તકે ગેસ લાવવા માટે સંપૂર્ણ બાંહેધરી આપી હતી . અને ચરોતર ગેસ પ્રગતિના નવા સોપાનો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી . આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે ચરોતર ગેસની જાણકારી મેળવી અને હાલમાં ગેસની વેશ્વિક પરિસ્થિતીની અસરોથી ચરોતર ગેસને જે ગેસની અછત ઊભી થઇ છે તે માટે કેન્દ્ર સરકારને રજુઆત કરી રિક્ષા અને કાર માલિકોને વહેલી તકે ગેસ મળે તેવું આશ્વાસન આપ્યુ હતું . આ પ્રસંગેશ્રી હસમુખભાઇ પટેલ ( RSS ) , શ્રી સુનિલભાઇ મેહતા ( RSS ) , શ્રી ઇન્દ્રજીતભાઈ પટેલ ( PTC ) , શ્રી દિનેશભાઇ પટેલ- દિપ ફાઉન્ડેશન , શ્રી આશવભાઇ પટેલ , શ્રી ભાવેશભાઇ સુતરીયા , હિતેશભાઇ પી . પટેલ , દિપેશભાઇ પટેલ , ડો . ઉમાબેન . શ્રીમતિ અલ્પાબેન પટેલ , શ્રીમતિ ગાયત્રીબેન પટેલ , શ્રીમતિ કોકીલાબેન પટેલ , તેમજ ડોટર સ્ટેશનના માલિકો તેમજ ચરોતર ગેસના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM