

મહેન્દ્રનગર ગામ ના બસ સ્ટેન્ડ પાસે સમર્પણ ક્લિનિક નો ડો. ધવલ વિરમગામા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે, જેના ઉદઘાટન સમારોહમાં માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા , મોરબી જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રીમતી જાનકી બેન જીગ્નેશ ભાઈ કૈલા, ભાજપ અગ્રણી શ્રી જીગ્નેશ ભાઈ કૈલા , તથા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી કિશોર ભાઈ ચિખલીયા હાજર રહ્યા હતા અને એમના હાથે સમર્પણ ક્લિનિક નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહન રૂપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું . સમર્પણ કિલનીક માં બધાંજ પ્રકારના રોગોની પ્રાથમિક સારવાર આપવાની સાથે , દર્દીઓ ને ઘર પર જ બધા પ્રકારની સારવાર મળી રહે એ માટે ૨૪ કલાક સમર્પણ ક્લિનિકની ટીમ સેવા માં કાર્યરત રહેશે .
