
સોમવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ. ભારતમાં દેખાશે નહિ… વિજ્ઞાન જાથા
– અમેરિકા, આફ્રિકા, યુરોપમાં અદ્દભુત અવકાશી નજારો.
– ખગોળરસિકો, વૈજ્ઞાનિકોમાં જબરી ઉત્કંઠા.
– વર્ષો પછી ગ્રહણ પૂનમ–અમાસનો સાથ છોડીને ગમે તે તિથિએ થશે.
– ગ્રહણો ભૂમિતિની રમત ખગોળીય ઘટના.
– ભારતમાં ગ્રહણ સંબંધી વેધાદિ નિયમો, સુતક–બુતક બોગસ… જાથા.
– રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે.
વિશ્વના અમુક દેશો–પ્નદેશોમાં સોમવાર તા. ૧૬ મી મે એ ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહિ. જયારે અમેરિકા, આફ્રિકા, યુરોપમાં અદ્દભુત નજારો નિહાળવા ખગોળરસિકો, વૈજ્ઞાનિકોએ આખરી તૈયારી પુરી કરી લીધી છે. રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને આપશે. ગ્રહણો માત્ર ને માત્ર ભૂમિતિની રમત, ખગોળીય ઘટનાથી અવગત કરાશે. સંવત ર૦૭૮ વૈશાખ સુદ પુનમ તા. ૧૬ મી મે ર૦રર ના રોજ વૃશ્ચિક રાશિ, વિશાખા નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહિ. જયારે અમેરિકા, યુરોપ, આફ્રિકામાં અદ્દભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આશરે સાડા ત્રણ કલાકનો અવકાશી નજારો નિહાળવા વિશ્વના લોકો થનગની રહ્યા છે.
ભારતીય સમય મુજબ ગ્રહણ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૭ કલાક પ૭ મિનિટ પ૪ સેકન્ડ, ગ્રહણ સંમીલન : ૮ કલાક પ૯ મિનિટ પ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૯ કલાક ૪૧ મિનિટ ૩૧ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : ૧૦ કલાક ર૩ મિનિટ પ૮ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૧૧ કલાક રપ મિનિટ ૧૦ સેકન્ડ, ખગ્રાસ ગ્રહણ અવધિ : ૧ કલાક ર૪ મિનિટ પ૩ સેકન્ડ, ખંડગ્રાસ સહિત કુલ ગ્રહણની અવધિ : ૩ કલાક ર૭ મિનિટ ૧૬ સેકન્ડ, ગ્રહણ ગ્રાસમાન : ૧.૪૧૩૬૯ રહેશે.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આ ગ્રહણ જોવામાં ભારતના લોકો વંચિત રહેવાના છે પરંતુ ટી.વી. ઉપર ગ્રહણની પળે–પળની માહિતી જોવા મળશે. ગ્રહણ કેવી રીતે થાય છે તે નજરોનજર જોવા મળશે. આશરે સાડા ત્રણ કલાકનો અવકાશી નજારો જોવા–માણવા માટે હોય છે. ગ્રહણની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી નેટ ઉપર જોઈ શકાશે, વૈજ્ઞાનિકો ગ્રહણ સમયે માનવ કલ્યાણકારી સંશોધનો કરે છે. વિજ્ઞાનથી માનવી સુખી–સમૃદ્ધ થયો છે. વિજ્ઞાનના ઉપભોગ વિના માનવી એક ડગલું આગળ વધી શકે તેમ નથી. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી લેભાગુઓ ઊંધા ચશ્મા પહેરાવી, ભ્રામક પ્નચાર કરી લોકોને ગુમરાહ કરવામાં આવે છે. ભારતમાં ગ્રહણ સંબંધી વેધાદિ નિયમો, સુતક–બુતક બકવાસ સાથે નિરર્થક છે. વિજ્ઞાનને કશી જ લેવા–દેવા નથી, ગ્રહણો માત્ર ને માત્ર ભૂમિતિની રમત, ખગોળ ઘટના, પરિભ્રમણની રમત છે. સૂર્યગ્રહણ–ચંદ્રગ્રહણ વિજ્ઞાન ઉપકરણથી અતિ આહલાદક જોઈ શકાય છે. વિશ્વના લોકો સોમવારનું ખગ્રાસ ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય લોકોને નિરાશા મળશે. વૈજ્ઞાનિકો, ખગોળપ્નેમીઓએ ગ્રહણને કંડારવા પોતાની નિશ્ચિત જગ્યા, સ્થળમાં પડાવ નાખી દીધો છે. જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી ખોટા નિયમો બનાવી લોકોની અજ્ઞાનતાનો લેભાગુઓએ લાભ લીધો છે જે દુ:ખદ છે. 'જાથા' દેશભરમાં ગ્રહણની સમજ આપી અવગત કરી સાચી માહિતી પહોંચાડે છે. લોકોને આકાશ તરફ નજર કરે તે અભિયાન ચાલી રહ્યું છે. ટેલીસ્કોપને રૂમ કે પ્નયોગશાળામાં કેદ કરવાને બદલે જાહેર મેદાનમાં, શેરીએ શેરીએ લઈ જઈ જાથા માહિતગાર કરે છે. વિજ્ઞાનની ભારેખમ ભાષાને બદલે લોકભોગ્ય બનાવી માહિતી પિરસવામાં આવે છે તેથી જાથા દેશભરમાં લોકપ્નિય સંસ્થા સાબિત થઈ છે જે લોકો નજરે જોવે છે. જાથાના કાર્યક્રમોમાં અસાધારણ લોકો હાજરી આપે છે તેના સૌ કોઈ સાક્ષી છે.
વધુમાં પંડયા જણાવે છે કે સાડા ત્રણ કલાકનો અવકાશી નજારો નેટ અને ટી.વી. ઉપર, ઉપરાંત યુરોપ, અમેરિકા, આફ્રિકાના લોકો નરી આંખે જોઈ શકવાના છે, ગ્રહણોની ખગોળીય ઘટના વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો માટે કરવાના છે. વૈજ્ઞાનિકો ગ્રહણોની અસરો, તેની ગતિવિધિઓનો અભ્યાસ કરે છે. ગ્રહણની વિવિધ મુદ્રાઓ લોકો સમક્ષ મુકે છે, જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જુની રદ્દી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો અવાસ્તવિક આધાર મુકી ગુમરાહ કરવાનું કામ કરે છે. માનવીને કર્મકાંડ–ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો, સુતક–બુતક ઠોકી, શારીરિક–માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓ કરે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી કે જીવન પદ્ધતિ ઉપર કશી જ અસર કોઈપણ પ્નકારે થતી નથી છતાં ભારતમાં ગ્રહણ સમયે દાન–પુણ્ય, જપ–તપ, સ્નાન કરવું, રાશિ ફળકથનો, દોષ નિવારણ, ગ્રહણ પાળવું કે ન પાળવું વિગેરે માથા ઉપર મુકી માનસિક પછાત રાખવાનું, ગુમરાહ કરવાનું કામ કરવામાં આવે છે જેની જાથા નિંદા કરે છે. લેભાગુઓ પોતાની આજીવિકા માટે યેનકેન છેતરપિંડીનું કામ કરે છે, અવકાશી જ્ઞાનથી વંચિત રાખવામાં આવે છે, જેથી જાથા દેશભરમાં લોકચળવળ ઉભી કરી ગ્રહણ સંબંધી વિશેષ જાણકારી આપે છે. ભારતમાં ગ્રહો કે ગ્રહણ સંબંધી નિવારણ હોમ–હવન, ક્રિયાકાંડો નિરર્થક સાથે સમયની બરબાદી, માનસિક અધોગતિ સિવાય કશું જ નથી. ર૧ મી સદીમાં જાગૃત થવાની જરૂર છે. કર્મકાંડ–ક્રિયાકાંડોથી બરબાદી સિવાય માનવીને કશું જ મળ્યું નથી. તેથી ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી તિલાંજલિ આપવી પડશે. વિશ્વના પ્નગતિશીલ દેશોમાં આપણી હાંસી–પછાતપણું જોવામાં આવે છે. વિજ્ઞાનનો ડગલે ને પગલે ઉપભોગ કરનારા તાર્કિક દલીલો કરી લોકોને ઊંધા માર્ગે વાળે છે જે દુ:ખદ છે. સદીઓથી વિધિ–વિધાન, હોમ–હવન, જપ–તપ કરવા છતાં ભારતની એકપણ સમસ્યા ઉકેલી શકાય નથી તેમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. ખગોળવિજ્ઞાન તરફ રસ કેળવવાની તાતી જરૂરીયાત છે. ભારતની ગરીબાઈ મુખ્ય સમસ્યા છે તે ઉકેલવા કોઈપણ રાજકીય પક્ષ અસમર્થ સાબિત થયો છે. જેથી લોકોએ નવાંગતુક વિચારને અમલમાં મુકવાની જરૂર છે.
વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ, શુભ–અશુભ, લાભ–નુકશાન, હોની–અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ પ્નાકૃતિક–કુદરતી નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. વિજ્ઞાન જાથા રાજય અને પ્નાદેશિક કચેરી ઉપરાંત તેની શાખાઓ, શુભેચ્છકોની મદદથી ગ્રહણ સંબંધી લોકચળવળ ઉભી કરશે. જિલ્લા–તાલુકા ગ્રામ્ય કક્ષાએ પહોંચી શકાય તેવી રીતે કાર્યક્રમો આપશે. ખગોળીય ઘટનાથી માહિતગાર કરવામાં આવશે.