
રિપોર્ટ.. ડેવિડ પટેલ.
આગામી 27 મે રોજ રાજ્યપાલના હસ્તે ડી. લીટ પદવી એનાયત કરવા કાર્યક્રમ યોજાશે.જેની અંદર મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહી બન્ને મહાનુભવોને #ડી.લિટની પદવી એનાયત કરી સન્માનિત કરશે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સમાજ સુધારણા માં યોગદાન આપવા બદલ શ્રી જ્ઞાન વત્સલ સ્વામી અને શૈક્ષણિક તેમજ સામાજીક ક્ષેત્રમાં યોગદાન આપનાર પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલ ના પતિ ડૉ.મફતલાલ પટેલ ને આગામી 27 મે ના રોજ રાજ્યપાલ ના હસ્તે ડી.લિટની પદવી એનાયત કરવા માટે ભવ્ય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી દ્વારા જણાવેલ છે કે અન્ય યુનિવર્સિટી ના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.