મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામે ગ્રામ વિકાસ યોજના માં જોડાવા અપીલ કરી

મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામે ગ્રામ વિકાસ યોજના અંતગર્ત સમસ્ત મહાજન મુંબઈ ,શ્રી કાંડાગરા વિશા ઓસવાળ જૈન મહાજન અને શ્રી કાંડાગરા ગ્રામ પંચાયતા સહયોગથી ગૌચર/તળાવમાં બાવળ સફાઈ ખોદાઈના કામોનું પ્નારંભ શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના વરદ્ હસ્તે નાળીયેર વઘેરી ને કરવામાં આવ્યો હતો. આ પ્નસંગે શ્રી જીગરભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે મોટા કાંડાગરા મધ્યે આજરોજ શરૂ થયેલ ગ્રામ વિકાસના કાર્યો મુંદરા અને માંડવી તાલુકાના અલગ અલગ ગામો મધ્યે આગામી વરસાદ ન પડે ત્યાં સુધી શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ(કચ્છ) ભુજ ના સહકારથી કરવામાં આવશે.સરકાર અને મહાજનના સહયોગથી જો ગ્રામ વિકાસ નું કામ કરવામાં આવે તો ગામનો વિકાસ નમુનેદાર થાય છે. આ સમસ્ત મહાજન મુંબઈ વતી શ્રી દેવાંગભાઈ ગઢવી એ યોજનાની વિગતવાર માહિતી ઉપસ્થિત લોકોને આપી હતી અને વધુમાં વધુ ગામના લોકોએ આ યોજના માં જોડાવા અપીલ કરી હતી અને દાતાશ્રીઓને સહકાર આપવા જણાવ્યુ હતુ. આ પ્નસંગે મુંબઈ દેશ મહાજન ના મંત્રી શ્રી દિનેશભાઈ શાહ, શ્રી કાંડાગરા મુંબઈ મહાજનના શ્રી નેમજીભાઈ ગંગર, શ્રી ઘીરજભાઈ ગંગર, શ્રી બચુભાઈ ગાલા, શ્રી કેતનભાઈ શાહ, મુંદરા તાલુકા પંચાયતના ઉપપ્નમુખ શ્રી રતનભાઈ ગઢવી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી હરેન્દ્રસિંહ જાડેજા, ગ્રામમ પંચાયતના સરપંચ શ્રી જોરૂભા ઝાલા,ગામના આગેવાન શ્રી શામરાભાઈ ગઢવી,ગુલાબસિંહ જાડેજા,શ્રી નટુભા જાડેજા,શ્રી જંયતભાઈ દાતરીયા અને ગ્રામજનો અને અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.કાર્યક્રમનુ સંચાલન શ્રી પ્નકાશભાઈ રાજગોરે અને આભારવિધી શ્રી રામભાઈ ગઢવીએ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *