ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ :- બીના પટેલ

રોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર દ્વારા શ્રીમતિ નીપાબેન કમલભાઇ પટેલ , સ્થાપક અધ્યક્ષ – નિવેદિતા ફાઉન્ડેશન , આર્કિટેક ડિઝાઇનર , KPA ડિઝાઇન સ્ટુડિયોના પાર્ટનર ,, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મંત્રી- ભાજપ , પ્રભારી વડોદરા શહેર – ભાજપ નો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . આ પ્રસંગે ચરોતર ગેસના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ જે . પટેલે આણંદ જિલ્લામાં તેઓની વિશિષ્ટ તેઓનું બુકે તેમજ મોમેન્ટો અર્પણ કરી તેઓનું સન્માન કર્યુ હતું . શ્રીમતિ નીપાબેન કમલભાઇ પટેલ અનેકો સામાજીક તેમજ શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે . તેઓએ ચરોતર ગેસની મહિલા કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી . તેઓએ સો બહેનોને જણાવેલ કે કયારેય પણ કોઇપણ જાતની મુશ્કેલીઓમાં હિંમત હાર્યા વગર કાર્ય કરતા રહો તેમજ આત્મનિર્ભર બનો તેમજ સૌ મહિલા કર્મચારી બહેનો ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી . આ પ્રસંગે ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલે પધારેલ શ્રીમતિ નીપાબેન કમલભાઇ પટેલને તેઓ જે સમાજ સેવા કાર્ય કરી રહયા છે તેમાં સફળ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી . તેમજ તેઓનો આભાર માન્યો હતો . આ પ્રસંગે કોકીલાબેન પટેલ- મહિલા ભાજપ અગ્રણી , ભાવિનીબેન પટેલ- શહેર મહિલા મોરચા પ્રમુખ , વંદના પટેલ , ગાયત્રીબેન પટેલ – અજરપુરા , મનીષાબેન સુખવાસ , મીનાબેન દલવાડી હાજર રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *