વિજાપુર તાલુકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થીત તમામ ૧૨ સભ્યો બિનહરીફ ચૂંટાયા

વિજાપુર તાલુકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થીત તમામ ૧૨ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા જેના અનુસંધાને વિજાપુર તાલુકા ખરીદ-વેચાણ સંઘના ચેરમેન તરીકે બાબુભાઇ ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે શંકરભાઈ પ્રભુદાસ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજાપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલ, મામલતદારશ્રી વિજાપુર, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુશ્રી કમલેશભાઈ પટેલ(કાકા), જીલ્લા ભાજપા કોષાધ્યક્ષ માધુભાઈ પટેલ, વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી રાજુભાઇ પટેલ, મહામંત્રીશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભરતભાઇ પટેલ(દાઢી) અને શ્રી મુકેશભાઈ ચૌધરી, વિજાપુર તાલુકા તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *