દેશના પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજનાને ખુલ્લી મુકી : આ યોજનાના દેશભરના લાભાર્થી બાળકો સાથે વર્ચ્યુઅલ માઘ્યમથી વાત કરી

દેશના વડાપ્રઘાનશ્રીએ પોતાના પ્રવચનમાં ગાંધીનગર સહિત દેશભરના આ યોજના અંતર્ગત આવરી લેવાયેલ બાળકોને હુંફ સાથે જીવન જીવવાનું બળ આપ્યું

ગાંધીનગર જિલ્લાના પાંચ બાળકોને આ યોજના અંતર્ગત આવરી લેવાયા : આ બાળકો ૨૩ વર્ષના થશે, ત્યારે તેમના ખાતામાં રૂપિયા ૧૦ લાખની સહાય જમા થશે

ગાંધીનગર : સોમવાર:
કોવિડ દરમ્યાન મા-બાપની છત્ર છાયા ગુમાવેલ સંતાનોને હુંફ આપવા અને આર્થિક મદદ કરવાના ઉમદા આશયથી સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અમલી બનાવવામાં આવી છે. આજરોજ દેશના પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ યોજનાને ખુલ્લી મુકી હતી. આ યોજનાનો લાભ લેનાર તમામ બાળકો સાથે વર્ચ્યુઅલ માઘ્યમથી વાત કરી હતી. ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. ગાંધીનગર જિલ્લાના ૫ બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ બાળકો ૨૩ વર્ષના થશે, ત્યારે તેમના ખાતામાં રૂપિયા ૧૦ લાખની સહાય જમા થશે.
આ યોજનાનો લાભ લેનાર બાળકો સાથે વર્ચ્યુઅલ માઘ્યમથી જોડાયેલા પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બાળકો સાથે બાળકોના પરિવારના સભ્ય હોય તેમ વાત કરી હતી. તેમણે તેમના પ્રવચનમાં બાળકોને હુંફ સાથે જીવન જીવવાનું બળ આપ્યું હતું.
ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સમારંભમાં ગાંધીનગર જિલ્લાના પાંચ બાળકોને દહેગામના ઘારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટમાં પ્રઘાનમંત્રીશ્રીનો સ્નેહ સંદશો, પી.અમે.કેર્સ ચિલ્ડ્રન યોજનાનું પ્રમાણપત્ર, સ્કુલબેગ, કંપાસ બોક્ષ, વોટર બોટલ, ડ્રોઇંગ બુક, પોસ્ટ ઓફિસની પાસબુક, અને આયુષમાન કાર્ડ આપવામાં આવ્યું હતું.
આ યોજના અંતર્ગત બાળકને કેન્દ્ર સરકારશ્રી દ્વારા પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજનામાં પોસ્ટ એકાઉન્ટમાં બાળક – ૨૩ વર્ષની ઉંમરે થતા દરેક બાળકને રૂપિયા ૧૦ લાખની સહાય આપવામાં આવશે. બાળકની ઉંમર ૧૮ થી ૨૩ વર્ષ થાય ત્યાં સુધી આ રકમનું સ્ટાઇપેન્ડ મળવા પાત્ર થશે. આ યોજના અંતર્ગત દરેક બાળકના પોસ્ટ ખાતમાં કેન્દ્ર સરકાર દ્વારા ડી.બી.ટી દ્વારા જમા કરવામાં આવી છે. દરેક બાળકને કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ યોજના અંતર્ગત માસિક ૨ હજાર તથા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાના રૂપિયા ૪ હજાર અને રાજય સરકારની પાલક માતા-પિતા યોજના અંતર્ગત રૂપિયા ૩ હજાર માસિક સહાય મંજુર કરવામાં આવી છે. તેની સાથે ઘોરણ્- ૧ થી ૧૨ સુઘી અભ્યાસ કરતા બાળકોને તેમના બેંક ખાતામાં શિષ્યુવૃતિ રૂપિયા ૨૦ હજાર આપવામાં આવી છે.
બાળકોને મફત શાળા શિક્ષણ સાથે જ ઉચ્ચ શિક્ષણ માટે શૈક્ષણિક લોન સહાય, એ્જયુકેશન લોન પર વ્યાજની ચુકવણી પી.એમ.કેર્સ દ્વારા કરવામાં આવશે. વીમાના પ્રિમીયમની ચુકવણી પી.એમ.કેર્સ દ્વારા કરવામાં આવશે. કૌશલ્ય પ્રશિક્ષણ માટે KARMA SCHEME, ટેનિકલ શિક્ષણ માટે સ્વાનાથ શિષ્યવૃત્તિ, ૫૦ હજાર રૂપિયાની એક્સ – ગ્રેશિયા અનુગ્રહ રકમની સહાય આ ઉપરાંત મોટાભાગના બાળકોને રાજય સરકારના વિવિધ વિભાગોની પ્રી-મેટ્રીક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.
ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર શ્રી રીતુ સિંગ, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી નવીનચંદ્ર વ્યાસ સહિત સમિતિના સભ્યો, આઇ.સી.ડી.એસ, ગાંધીનગરના પ્રોગ્રામ ઓફિસર શ્રી એમ.વી.વાળા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM