અમેરિકાની ધરતી પર ૧૦૧ કરોડના ખર્ચે શૈક્ષણિક સુવિધાઓ સાથે વીર મેઘમાયા મંદિરનું નિર્માણ કરવામાં આવશે: સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકી

ગાંધીનગર નિવાસી સમસ્ત વણકરસમાજ, ગાંધીનગર સંસ્થાના ઉપક્રમે ગાંધીનગર ખાતે રહેતા વણકર સમાજની વિવિધ વણકર પ્રતિભાઓને સન્માનિત કરવાનો દ્રિતીય સન્માન સમારોહ શ્રી કરસનદાસ સોનેરી, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
અમદાવાદ પશ્ચિમના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકીએ કાર્યક્રમના
ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે વણકર સમાજ એ ગૌરવ શાળિ સમાજ છે. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને વીર મેઘમાયા જેવા મહાપુરૂષોના પ્રતાપે આજે સમસ્ત અનુસૂચિત જાતિ વર્ગની સાથે વણકર સમાજ પણ દેશ વિદેશમાં નોકરી ધંધાર્થે આગળ વધ્યો છે.જે સમાજ વિકાસ માટેની ખુબજ સારી બાબત ગણાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ” ડ્રીમ પ્રોજેક્ટ” વીર મેઘમાયા મંદિર અને અધતન સ્મારકનું નિર્માણ પાટણ ખાતે આજે પુરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત ભાજપ સરકાર દ્વારા ૧૧ કરોડથી પણ વધારે રકમ વીર મેઘમાયા મંદિર વીર મેઘમાયા સ્મારક ના વિકાસ માટે ફાળવણી કરેલ છે. આવનારા દિવસોમાં અમેરિકાની ધરતી ઉપર પણ ૧૦૧ કરોડના ખર્ચે વીર મેઘમાયા મંદિર/ અધતન સ્મારક અને શૈક્ષણિક ભવનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. અમેરિકાની ધરતી પર વીર મેઘમાયા ભવનનું નિર્માણ કાર્ય થશે જેનાથી ભારતમાં વસતા ૩૦ કરોડ દલિતોના વિકાસ માટેનો વૈશ્વિક સ્તરે રસ્તો ખૂલશે તેની મને સંપૂર્ણ શ્રધ્ધા છે.
કાર્યક્રમ મા ઉપસ્થિત શ્રી રતિલાલ વર્મા, પુર્વ સાંસદ ધંધુકા , શ્રી મણીલાલ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય વડગામ, શ્રીમતી મીનાબેન મકવાણા, ભરતભાઈ દિક્ષિત કોર્પોરેટર ગાંધીનગર મનપા, વગેરે એ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.
કાર્યક્રમ મા વિવિધ સ્તરે સફળતા મેળવનાર ૩૮ પ્રતિભાઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ નિમેષભાઈ વાઘેલાએ કરેલ કર્યું હતું જ્યારે
સંસ્થાના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ વર્માએ સંસ્થાનો પરિચય આપ્યો હતો . જ્યારે આભાર વિધિ મહામંત્રી મૃગેશભાઈ ગોહિલે કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM