હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

નવી દિશા-નવું ફલક અભિયાન અંતર્ગત વિધાર્થીઓને કારકિર્દીની નવી દિશા અપાશે

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
રાજય સરકારના શિક્ષણ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્રના ઉપક્રમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સાબરકાંઠા દ્વારા જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે યોજાયો હતો. નવી દિશા-નવું ફલક અભિયાન અંતર્ગત ધોરણ ૦૯ થી ૧૨નાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેમજ વાલીઓને કારકિર્દી અંગે મૂંઝવતા પ્રશ્નોને દૂર કરી યોગ્ય કારકિર્દીની પસંદગી કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા  કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સેમિનારમાં શિક્ષણ તજજ્ઞશ્રી દિવ્યાંગ ગોર દ્રારા વિધાર્થીઓને કારર્કિર્દી નિર્માણ માટે યોગ્ય વિષયની પસંદગી અંગે માર્ગદર્શન આપી આત્મવિશ્વાસથી સભર કરવામાં આવ્યા હતા. દિવ્યાંગ ગોરે વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતુ કે આજનો આ યુગ શિક્ષણનો છે. શિક્ષણએ ફ્ક્ત પુસ્તક કે પરિણામ પુરતુ નથી પરંતુ શિક્ષણ સાથે વિધ્યાર્થીઓનું વ્યક્તિત્વ જોડાયેલું છે. આથી શિક્ષણને ફક્ત અભ્યાસલક્ષી ન સમજતાં વ્યવસાયલક્ષી પણ બનાવવું જોઇએ.વર્તમાન સમયમા નવા નવા ક્ષેત્રોમાં નવી નવી તકો ઉભી થઇ છે. વિધ્યાર્થીઓએ પોતાના અભ્યાસના રસ પ્રમાણે નવી તકોનો લાભ લઇ પોતાની કારકિર્દીમાં સફળતાના શિખરો સર કરવા જોઇએ તેવુ ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજ્ય કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલ જોડાયા હતાં અને વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર થકી સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન સરકાર દ્વારા ચાલતા વિવિધ કોર્સ અને વિધ્યાર્થીઓને શિક્ષણમાં સહાય મળી રહે તે અંગેની યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના, ટ્યુશન ફી માફી યોજના,અનુસુચિતજાતિ અને જનજાતિ માટે ફ્રી શીપ કાર્ડ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી શ્રી ડો.એસ.કે વ્યાસ,જિલ્લા રોજગાર અધિકારી શ્રી જે.બી ઉપધ્યાય, ખેતીવાડી અધિકારી શ્રી શિક્ષણ ઇનસ્પેક્ટર શ્રી તરૂણાબેન, ITI આચાર્ય શ્રી તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM