
બેડમિન્ટનના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૬/૦૫/૨૦૨૨ થી તા.૦૧/૦૬/ર૦રર સુધી રેસકોર્સ સંકુલમાં આવેલ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાયેલ, જેના વિજેતાઓને તા.૦૧/૦૬/ર૦રર ના રોજ ટ્રોફી એનાયત સમારોહ માન. મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ અવસરે ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિશ્નર સી.કે.નંદાણી, સમાજ કલ્યાણ સમિતિ વાઈસ ચેરમેન સંજયસિંહ રાણા, આસી.મેનેજર દિપેન ડોડીયા, અમિત ચોલેરા, એચ.જી. મોલીયા, બેડમિન્ટનના કોચ તેમજ ભાગ લેનાર ખેલાડીઓ ઉપસ્થિત રહેલ.આ અવસરે માન.મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવ્યુ હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે રેસકોર્સ સંકુલ ખાતે જુદા-જુદા સ્પોર્ટ્સ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી શકે તે માટે રાજ્ય સરકાર તેમજ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે, અને ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્ષેત્ર માટે ઉતકૃષ્ટ સુવિધાઓ આપી રહી છે. માન. મેયરશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આપણા જીવનમાં શિક્ષણની સાથોસાથ સ્પોર્ટ્સનું પણ એટલું જ મહત્વ છે, અને સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ ઝળહળતી કારકીર્દિ બનાવીને આગળ વધી શકાય છે. બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તેમજ વિજેતા ખેલાડીઓને હ્રદયપુર્વકની શુભેચ્છા પાઠવેલ હતી. કાર્યક્રમની શરૂઆતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઇ પીપળીયાએ શાબ્દિક સ્વાગત કરેલ, ત્યારબાદ તેઓએ તથા વાઇસ ચેરમેન સંજયસિંહ રાણાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરેલ. આ પ્રસંગે વિજેતાઓ તેમજ રનર્સઅપ ખેલાડીઓને મેયર ડૉ.પ્રદિપ ડવ તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફીઓ એનાયત કરી, પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.
રાજકોટ બેડમિન્ટન ટુર્નામેન્ટ – ૨૦૨૨
Ø રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેર ખાતે વસવાટ કરતા બેડમિન્ટનના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજકોટ બેડમિન્ટન ટુર્નામેન્ટ- ૨૦૨૨ નું આયોજન કરવામાં આવેલ.
Ø ટુર્નામેન્ટ ભાઇઓ તથા બહેનો માટે સીંગલ્સ અને ડબલ્સ કેટેગરીમાં યોજાયેલ.
Ø ટુર્નામેન્ટ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા.૨૬/૦૫/૨૦૨૨ થી તા.૦૧/૦૬/૨૦૨૨ સુધી યોજાયેલ.
Ø આ ટુર્નામેન્ટમાં વિવિધ કેટેગરીમાં ૧૪૧ બહેનો તથા ૪૨૦ ભાઇઓ મળી કુલ ૫૬૧ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરેલ.
Ø કુલ ૧૪ કેટેગરીમાં સ્પર્ધ યોજાયેલ. સિંગલ્સ મેન & વુમન નોક આઉટ:(અંડર- ૧૩, અંડર- ૧૫, અંડર- ૧૯, ૨૦-૪૦,૪૧-૬૦) મેન્સ & વીમેન્સ ડબલ્સ નોક આઉટ: (૨૦-૪૦, ૪૧-૬૦)
Ø ટુર્નામેન્ટ પ્લાસ્ટીક શટલથી રમાડવામાં આવેલ.
Ø ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓની વિગત :
| ક્રમ | કેટેગરી | ખેલાડીની સંખ્યા |
| ૧ | બોયઝ સિંગલ્સ અંડર- ૧૩ | ૪૬ |
| ૨ | ગર્લ્સ સિંગલ્સ અંડર- ૧૩ | ૨૬ |
| ૩ | બોયઝ સિંગલ્સ અંડર- ૧૫ | ૫૫ |
| ૪ | ગર્લ્સ સિંગલ્સ અંડર- ૧૫ | ૧૯ |
| ૫ | બોયઝ સિંગલ્સ અંડર- ૧૯ | ૫૧ |
| ૬ | ગર્લ્સ સિંગલ્સ અંડર- ૧૯ | ૨૦ |
| ૭ | ઓપન એજ મેન્સ સિંગલ્સ | ૧૦૭ |
| ૮ | ઓપન એજ વીમેન્સ સિંગલ્સ | ૨૯ |
| ૯ | અબવ ૪૦ મેન્સ સિંગલ્સ | ૨૭ |
| ૧૦ | અબવ ૪૦ વીમેન્સ સિંગલ્સ | ૧૫ |
| ૧૧ | ઓપન એજ મેન્સ ડબલ્સ | ૫૨ જોડી (૧૦૪ ખેલાડી) |
| ૧૨ | ઓપન એજ વીમેન્સ ડબલ્સ | ૧૨ જોડી (૨૪ ખેલાડી) |
| ૧૩ | અબવ ૪૦ મેન્સ ડબલ્સ | ૧૫ જોડી (૩૦ ખેલાડી) |
| ૧૪ | અબવ ૪૦ વીમેન્સ ડબલ્સ | ૪ જોડી (૦૮ ખેલાડી) |
| કુલ | ૫૬૧ |
Ø તમામ કેટેગરીના ફાઇનલ મેચ તા.૦૧/૦૬/૨૦૨૨ ના રોજ યોજાયેલ, જેમાં ૧૦ સીંગલ્સ કેટેગરીના પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે આવેલ ૩૦ ખેલાડીઓ તથા ૦૪ ડબલ્સ કેટેગરીના પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે આવેલ કુલ ૨૪ ખેલાડીઓ (૧૨ પેર) મળીને કુલ ૫૪ ખેલાડીઓને મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી આપવામાં આવેલ .
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત બેડમિંટન ટૂર્નામેન્ટ–૨૦૨૨ના વિજેતાઓની યાદી
| અંડર-૧૩ બોયઝ | અંડર-૧૩ ગર્લ્સ |
| ૧) શૌર્ય મહેતા | ૧) ન્યાસા મકવાણા |
| ૨) હિતાર્થ વસા | ૨) હર્ષવી ઝાલા |
| ૩) પ્રાન્સુ જાની | ૩) સાંચી અંટાલા |
| અંડર-૧૫ બોયઝ | અંડર-૧૫ ગર્લ્સ |
| ૧) અક્ષાંશ વર્મા | ૧) જાહ્નવીબા ચુડાસમા |
| ૨) યુવરાજ પરમાર | ૨) ન્યાસા મકવાણા |
| ૩) યાગ્નવ ઘેટીયા | ૩) આયુષી ત્રાંબડીયા |
| અંડર-૧૯ બોયઝ | અંડર-૧૯ ગર્લ્સ |
| ૧) યુગ કોટક | ૧) કૃપાલી વાઘેલા |
| ૨) રવિરાજ કોટેચા | ૨) કામાક્ષીકુમારી જાડેજા |
| ૩) નીલ તલસાણીયા | ૩) જુહી પરમાર |
| ઓપન-એજ મેન્સ (સિંગલ્સ) | ઓપન-એજ વુમેન્સ (સિંગલ્સ) |
| ૧) મોસીન સુમરા | ૧) ક્રિષ્ના કુગશીયા |
| ૨) જયમીન દેથરીયા | ૨) દિપાલી ભાદાણી |
| ૩) યુગ કોટક | ૩) માનસી સોઢા |
| ઓપન-એજ મેન્સ (ડબલ્સ) | ઓપન-એજ વુમન્સ (ડબલ્સ) |
| ૧) કુલદીપસિંહ જાડેજા૧) હેમેન્દ્રસિંહ રાજપૂત | ૧) કૃપાલી વાઘેલા૧) માનસી સોઢા |
| ૨) હાર્દિક ચોપડા૨) મેહુલ મકવાણા | ૨) દિપાલી ભાદાણી૨) સોનાલી બહુવા |
| ૩) મોસીન સુમરા૩) જયમીન દેથરીયા | ૩) હાર્દી ઓઝા૩) રાધિકા ગોહિલ |
| અબોવ-૪૦ મેન્સ (સિંગલ્સ) | અબોવ-૪૦ વુમન્સ (સિંગલ્સ) |
| ૧) કમલેશ ટામટા | ૧) હિના કોટેચા |
| ૨) પ્રશાંત ખાલપડા | ૨) બીના મોતીવારસ |
| ૩) ધવલ લોઢીયા | ૩) મીનલ સોનપાલ |
| અબોવ-૪૦ મેન્સ (ડબલ્સ) | અબોવ-૪૦ વુમન્સ (ડબલ્સ) |
| ૧) અમીત શર્મા ૧) કમલેશ ટામટા | ૧) હિના કોટેચા ૧) ભાવના વાછાણી |
| ૨) પ્રશાંત ખાલપડા ૨) ધવલ લોઢીયા | ૨) બીના મોતીવારસ ૨) મીતા દોશી |
| ૩) દોલતસિંહ ડોડીયા ૩) ગૌરવ ગુપ્તા | ૩) તેજલ પટેલ ૩) પૂનમ પટેલ |
