IPL T20 મેચો રમાઈ રહી છે ત્યારે અત્યારે મેચ પર સટ્ટા રમવા અલગ- અલગ રીતો અજમાવી રહ્યા છે.ત્યારે આજરોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ માં જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે માલપુર રોડ ઉપર આવેલ ફીટ ઇન્ડીયા જીમની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં એક ઇસમ ઓન – લાઇન જુગાર રમાડે છે તેવી બાતમી આધારે એક ઇસમ સોહેલ ઉર્ફે માય નેમ ઇઝ ખાન સ/ઓ મુસાભાઇ બાકરોલીયા રહે.ઘાંચીવાડા, મેઘરજ તા.મેઘરજ જિ.અરવલ્લી તેને પોલીસ સ્ટાફ દ્વારા ઝડપાયો હતો.તેની પાસેથી મોબાઇલ ફોન-૧ ઓપો કંપનીનો એફ-૧૧ કિ.રૂ.૫,૦૦૦/- નો તથા રોકડ રકમ રૂ.૯૦૦/- મળી આવેલ. આરોપી મોબાઇલને ચેક કરતાં વોટસપ ચેટીંગમાં અલગ અલગ નામોના ઇસમોએ અલગ અલગ ભાવ લખી ઓન લાઇન ચેટીંગ કરેલાની હકીકત મળી આવેલ. આરોપી ઇસમ પાસેથી અલગ અલગ દરની ચલણી નોટો મળી કિં.રૂ.૯૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ. આરોપી ઇસમ IPL T.20 દુબઇ ખાતે ચાલતી સનરાઇઝ ઇલેવન અને કિંગ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ દરમ્યાન સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડતાં એક આરોપી પકડી પાડવામાં સફળતા મડેલ છે.

