મહિલાઓ તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિનો  ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બને- વિધાનસભાના અધ્યક્ષા શ્રી ડો.નીમાબેન આચાર્ય

ચાઉ તાલુકાના સામખિયાળી ખાતે વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં એકલ નારી શક્તિ સખી મંડળનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને તાલીમબદ્ધ રીતે બહાર લાવવાનું કાર્ય આ સખી મંડળ કરે છે. આ તકે તેમણે કહ્યું હતું કે મહિલાઓને આગળ લાવવા માટે હંમેશા પુરૂષ દ્વારા ખૂબ સહકાર આપવામાં આવે છે. વધુમાં તેમણે આપણા વડાપ્રધાનશ્રી દ્વારા મહિલાઓને આગળ લાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એવો ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમમાં અભિનંદન આપીને ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે નારીશક્તિને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય આ સખી મંડળ  કરી રહ્યું છે. નારી શક્તિને પગભર બનાવીને સક્ષમ બનાવવાનું સુંદર કાર્ય મંડળ દ્વારા કરવામાં આવે છે.  આ પ્રસંગે જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન શ્રી જનકસિંહ જાડેજા,ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ મગીબેન વાવયા, તાલુકા પંચાયત સદસ્ય કેસાભાઈ ચૌહાણ, સામખિયાળી સરપંચ શ્રી જગદીશભાઈ મઢવી, નારણસરી સરપંચશ્રી દેવરાજભાઈ, અગ્રણી સર્વેશ્રી મીનાક્ષીબેન ભટ્ટ, ગંભીરસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર,જયેન્દ્રભાઈ, કલાબેન ગાલા, મીનાબેન ઠક્કર, એકલ નારી શકિત પ્રમુખશ્રી જમનાબેન જાદવ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એસ.ગુર્જર,તેમજ સમગ્ર ગ્રામજનો તેમ જ મોટી સંખ્યામાં  સખીમંડળની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *